પહેલીવાર જગન્નાથજીને સોનાનો મુગટ અર્પણ

13 Jul, 2018

આવતી કાલે અમદાવાદમાં રથયાત્રા નીકળનાર છે. ઇતિહાસમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજીને સોનાના મુગટ અર્પણ કરવામાં આવ્યા છે. મેઘમણી ગ્રૂપના રમેશભાઈ પટેલ દ્વારા જગન્નાથજીને સાડા 9 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે. જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રજીના મુગટ બનાવવામાં આવેલા છે. 

ભગવાનને અર્પણ કરાયેલા આ મુગટમાં હીરા માણેક જડેલા છે. રમેશભાઈને વિદેશમાં સંકલ્પ થયો કે ભગવાનને સોનાનું દાન કરવું છે અને તેમણે આજે આ દાન કર્યું છે. ભગવાન જગન્નાથના આ અદભૂત દર્શનનો લ્હાવો લેવા માટે નગરજનો ઉમટી પડ્યા હતાં. 

અત્રે જણાવવાનું કે આવતી કાલે જગતના નાથ જગન્નાથ નગર ચર્ચાએ નીકળશે. આજે સવારે સોના વેશના દર્શન બાદ બપોરે 3 વાગે મંદિરના પ્રાંગણમાં રથનું પૂજન થશે. ત્યારબાદ 4 વાગે શાંતિ સમિતિની મુલાકાત થશે. સાંજે 6 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશિષ્ટ પૂજા અને આરતી કરશે અને દિવસના અંતે સાંજે 8 વાગે મહાઆરતી થશે.