અમદાવાદના આધેડનું શરમજનક કૃત્ય : શિક્ષિકા અને તેની બહેનપણીને ન્યુડ જોવા બાથરૂમમાં ગોઠવ્યો કેમેરો

29 Mar, 2018

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં મકાન માલિકની વિકૃત્તિ સામે શિક્ષિકાએ ફરિયાદ દાખલ કરી છે. ચાંદખેડા વિસ્તારમાં બહેનપણી સાથે ભાડેથી રહેતી 25 વર્ષીય શિક્ષિકાને નગ્ન જોવા માટે મકાન માલિકે બાથરૂમમાં સ્પાઇ કેમેરો ગોઠવ્યો હોવાનું સામે આવ્યું હતું.
મકાન માલિક આધેડે જ ભાડુઆત શિક્ષિકાના બાથરૂમમાં વાયરલેસ સ્પાઇ કેમેરો ગોઠવ્યો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપી મકાન માલિક રમેશ ગોસાઈની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે, 56 વર્ષીય આધેડ મકાન માલિક ઘણા લાંબા સમયથી શિક્ષિકા અને તેની બહેનપણીને ગંદી નજરથી જોતો હતો. પરંતુ હદ તો ત્યારે થઇ જ્યારે આ વિકૃત આધેડે શિક્ષિકા અને તેની બહેનપણીને નગ્ન જોવા માટે બાથરૂમમાં વાયરલેસ સ્પાઇ કેમેરો ગોઠવ્યો હતો. આ વાતની જાણ થતાં બન્ને યુવતીઓએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મકાન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અશોક વિહારમાં નોવા સ્કૂલની શિક્ષિકા યુવતી છેલ્લા પંદર દિવસથી પીજી તરીકે રહેવા આવી હતી

શિક્ષકા યુવતી બાથરૂમમાં હાથ-પગ ધોવા ગઈ ત્યારે છત પરથી પાણી ટપકતું હતું. આથી તેમણે પાણી ક્યાંથી ટપકે છે, તે ચેક કરવા ઉપર જોતાં તેમને શાવર પર શંકાસ્પદ વસ્તુ નજરે પડી હતી