૬૩ વર્ષના ડોસાને પ ગર્લફ્રેન્ડસ જોઇને પોલીસે પકડી લીધું માથું, ખર્ચા ઉઠાવવા કરતો હતો ચોરી

30 Jul, 2018

દિલ્હીમાં ૬૩ વર્ષના ડોસાને જયારે આશિકીનુ ભુત સવાર થયું તો બનાવી લીધી એક નહીં, બે પણ નહીં પરંતુ પ ગર્લફ્રેન્ડ અને આ ગર્લફ્રેન્ડની ડિમાન્ડ પુરી કરવા માટે ચોરીના રવાડે ચડી ગયો. 

 

 પોલીસનું માનીએ તો તેની 63ની ઉંમરમાં પણ 5 ગર્લફેન્ડ છે. અય્યાશીના ખર્ચા ઉઠાવવા માટે આખી જિંદગી આ વ્યક્તિએ ચોરીમાં ગુજારી દીધી. ન ક્યારેય ધંધો છોડ્યો, કે શોખ બદલાયા. એટલે સુધી કે લગ્ન પણ ના કર્યા. વાળ કાળા રાખે છે. તેની ઉંમર પણ નાની દેખાય છે. તેમ છતાં આ વખતે ભાઈના નસીબ થોડા કાચા પડ્યા અને પોલીસના હાથે આવી ગયો હતો. આ વ્યક્તિ આ વિસ્તારમાં ચોરીના ચાર મોટા કેસોમાં વૉન્ટેડ છે.

પોલીસ સૂત્રો અનુસાર, આરોપી બુઝુર્ગ ગત 28 તારીખે સરાય રોહિલ્લા ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં એક ફેક્ટરીમાં ખાતર પાડતી વખતે સીસીટીવીમાં કેદ થયો હતો. ઘટનાને પહલે સરાય રોહિલ્લા એસીપી પીયૂષ, એસએચઓ રામ ચંદ્ર અને એએસઆઈ કર્મવીરની ટીમે તેના ઘરેથી દબોચ્યો હતો. પુછપરછમાં તેની અય્યાશીના કિસ્સા ઉજાગર થયા હતા. પોલીસને પુછપરછમાં જાણવા મળ્યું કે તેને અત્યારે પણ પાંચ ગર્લફેન્ડ છે. તેના ખર્ચા ઉઠાવવા માટે ચોરી કરવી પડે છે.

 

 

 

 

 

ડીસીપી (નોર્થ) નૂપુર પ્રસાદે આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. તેમને જણાવ્યું કે, આરોપીનું નામ બંધુ સિંહ (63) છે. આનંદ પર્વતમાં રહે છે. તેને પોલીસ પુછપરછમાં જણાવ્યું કે, તે પોતાની પ્રેમિકાઓનો ખર્ચા ઉઠાવવા માટે ચોરી કરે છે. તેની પાસેથી 2 લેપટોપ, 1એલઈડી અને 5 હજાર રૂપિયા રિકવર કર્યા છે.