રણબીર અને કૅટરિનાની જેમ વિરાટ-અનુષ્કા પણ સાથે રહેશે?

17 Dec, 2014

વધુ ને વધુ સમય સાથે રહેવા મળે એવા હેતુથી રણબીર કપૂર અને કૅટરિના કૈફ હમણાં પોતાના કાર્ટર રોડના ફ્લૅટમાં શિફ્ટ થયાં. હવે એ જ રસ્તો જરા જુદી રીતે અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાના પ્લેયર વિરાટ કોહલી અપનાવે એવું લાગે છે.

વિરાટ અને અનુષ્કા હવે પોતાના રિલેશનશિપ વિશે છુપાવવાનો પ્રયાસ નથી કરી રહ્યાં. હમણાં જ તેમણે પોતાના આ સંબંધો સ્વીકારી પણ લીધા. હવે તે બન્ને અનુષ્કાના ઘરની નજીકમાં જ વર્સોવામાં સાથે ફ્લૅટ શોધી રહ્યાં છે જેથી વિરાટ જ્યારે પણ મુંબઈ આવે ત્યારે બન્ને ક્વૉલિટી ટાઇમ એકબીજા સાથે પસાર કરી શકે.

વિરાટ કોહલી અગાઉ અનુષ્કાના પેરન્ટ્સને મળી ચૂક્યો છે તો અનુષ્કાનાં મમ્મી-પપ્પાએ પણ વિરાટનો ક્યારેય વિરોધ નથી કર્યો.