શું તમે પોર્ન એડિક્ટ થઇ ગયા છો, આ લક્ષણો કહેશે, તમને લાગ્યો છે પોર્નનો ચસ્કો!

21 Jul, 2018

 પોર્ન ક્યારેક ક્યારેક તમારા માટે એક્સાઇટિંગ અને તમારા રિલેશન માટે સારું હોઈ શકે છે, પરંતુ જો તમે રિલેશનશિપ પર ફોકસ કરવાને બદલે પોર્ન વધુ જોવા લાગો તો તે સમસ્યા બની જશે. 

 
જેમ કે કંઈક મીઠું કે નમકીન ખાવાનું મન થાય છે, એ જ રીતે તમને પોર્ન જોવાની તલપ લાગે છે? ક્યારેક ક્યારેક કોઈ કપલને કિસ કરતું જોઈને કે તમારા પાર્ટનરની સેક્સટિંગ તમને પોર્ન જોવા માટે ઉકસાવે છે. આ વધતા એડિક્શનનાં લક્ષણ છે.
 
એવું નથી કે તમે તમારી આ આદતથી પરેશાન થતા નથી, પરંતુ તમે ગમે તેટલી કોશિશ કરી લો, પણ તેને રોકી શકતા નથી. તમારી આ આદત તમને એન્ટી સોશિયલ બનાવી શકે છે, કારણ કે તમે આ એડિક્શનને સમય આપવા માટે એકાંત શોધતા રહો છો.
 
તમે રેગ્યુલર પોર્નગ્રાફીથી કંટાળી ગયા છો અને તેમાં નવા પ્રકારનાં એડવેન્ચર્સ શોધતા રહો છો. તમે ઇન્ટરનેટ પર વિચિત્ર પ્રકારનાં પોર્ન સર્ચ કરો છો અને તે માટે તમે ખોટી રીત પણ અપનાવવાને પણ અનુચિત માનતા નથી.
 
પાર્ટનર સાથે સેક્સ ખૂબ ઓછું થાય છે અને જ્યારે તમે આવું કરો છો ત્યારે તમને સંતોષ મળતો નથી. તમારા બંને વચ્ચે આકર્ષણ ઓછું થઈ જાય છે અને તમે પોર્ન જોઈને ખુદને સંતુષ્ટ કરી લો છો.
 

 
પાર્ટનરની તરફ આકર્ષિત ન થવાનું એક કારણ એ પણ છે કે, તમને લાગે છે કે, તમારી સેક્સ લાઇફ પણ પોર્ન જેવી હોવી જોઈએ.
 
તમે પાર્ટનરની નજીક આવવા માટે પોર્નની મદદ લો છો. જો આ લક્ષણ તમારી સાથે મેચ થઈ રહ્યા હોય તો હજી પણ એલર્ટ થઈ જવાનો સમય છે, કારણ કે આ રીતે તમે બીજા કોઈ પ્રત્યે આકર્ષિત થઈ શકો છો અને પાર્ટનરને ચીટ કરી શકો છો.