સર્જરી વિના જ માત્ર 11 મહિનામાં અદનાન સામીએ ઉતાર્યુ હતું 160 કિલો વજન

16 Aug, 2018

ભારતના જાણીતા સંગીતકાર અદનાન સામી પોતાના અવાજની સાથે સાથે મેદસ્વીતાને કારણે પણ ચર્ચામાં રહ્યા છે. 2006માં અદનાન સામીનું વજન 230 કિલો હતું. ડોક્ટર્સે તેમને સલાહ આપી હતી કે, જો 6 મહિના સુધી આમ ચાલશે તો તેમણે પોતાનો જીવ ગુમાવી દેવો પડશે.

હવે અદનાન સામીનું વજન 230 કિલોથી 70 કિલો થઈ ગયું છે. તેમણે સ્ટ્રિક્ટ ડાયટ અને વર્કઆઉટ કરીને 160 કિલો વજન ઉતાર્યું છે. હવે અદનામ સામી ફેટમાંથી ફિટ થઈ ગયા છે. જાણો, અદનાન સામીનો ડાયટ પ્લાન અને રુટિન શું હતો?

અદનાન સામી પોતાના દિવસની શરુઆત ખાંડ વિનાની ચા સાથે કરે છે. લંચ દરમિયાન તે સૅલટ અને બાફેલી દાળ ખાય છે. અદનાને આલ્કોહોલ, તેલ અને સુગર છોડીને ઘણું વજન ઉતાર્યું છે. તે એવી રેસિપીનું સેવન કરે છે જેમાં તેલનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય. શુગર ફ્રી ડ્રિંક્સ, બટર વાળી પોપકોર્ન, ભાત, બ્રેડ અને ઓઈલી વસ્તુઓથી દૂર રહે છે.

ભારે શરીરને કારણે અદનાન સામી માટે એક્સર્સાઈઝ કરવી એક પડકાર સમાન હતી. તેમના ટ્રેનરે તેમને સૌથી પહેલા વૉક કરીને વજન ઉતારવાની સલાહ આપી. ધીરે ધીરે જ્યારે તેમનું વજન ઘટવા લાગ્યું તેમણે ટ્રેડમીલ પર દોડવાનું શરુ કર્યુ.