DDLJનો ફેવરીટ સીન્સ ‘પલટ..’ હોલીવુડમાંથી ચોરી કરેલો નીકળ્યો, આ વીડિયોમાં છે સબૂત...

08 Feb, 2018

 ભારતીય સિનેમાની સૌથી વધુ સમય ચાલવા વાળી ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે આજે પણ લોકોને રોમાંટિક બનાવી જાય છે. પરંતુ લગભગ ૨૦ વર્ષ પછી આ ફિલ્મના એક યાદગાર સીનને લઇને થયો ખુલાસો કે તે સીન ચોરી કરવામાં આવ્યો હતો.

આ કોઇ બીજાએ નહીં પણ ખુદ આદિત્ય ચોપડાએ સ્વીકાર્યુ છે. તમને રાજ એટલે શાહરૂખ ખાન અને સિમરન એટલે કે કાજોલની વચ્ચેઓ તે સીન યાદ હશે જેમાં રાજ પોતાનાથી દુર જતી સિમરનને પાછળ ફરવાની આશા લગાવે છે અને વારંવાર પલટ પલટ કહે છે. સિમરન પાછળ જુએ છે. આ સીન ૧૯૯૩માં રીલીઝ થયેલી કિલંટ ઇસ્ટવુડની ફિલ્મ ઇન દ લાઇફ ઓફ ફાયરથી લેવામાં આવ્યો હતો. ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે આ ફિલ્મના બે વર્ષ પછી એટલે કે ૧૯૯૫માં રીલીઝ થઇ હતી. હોલીવુડની આ ફિલ્મમાં ફે્રેક હર્રિગનનો અભિનય કરતા કિલંટ અને લિલી રેન્સ એટલે કે રેને રૂસોની વચ્ચે વોશિંગ્ટનમાં અબ્રાહમ લિંકન મેમોરીયલ પર આ સિન ફિલ્માવાયો હતો. આ વિડિયોથી બધી વસ્તુ તમને સાફ થઇ જશે.

Loading...

Loading...