આંખોથી આખા ભારતને ઘાયલ કરનાર પ્રિયાનો વધુ એક વીડિયો આવ્યો સામે, આ જોઇ જુનાને ભુલી જશો

12 Feb, 2018

 વેલેન્ટાઇન પર એક એવી છોકરી ઇન્ટરનેટ સેંસેશન બની ગઇ જેનું આખું ભારત દિવાનું થઇ ગયું. સોશ્યલ મીડિયા પર દર બીજા યુઝરએ આ વીડિયોને શેર કરીને છોકરીના વખાણ કર્યા છે. વીડિયોમાં ટીનએજ સ્ટુડન્ટની વચ્ચે પાંગરતા પ્રેમને બતાવવામાં આવ્યો છે. 

વીડિયો માત્ર ૨૬ સેકન્ડનો છે પરંતુ આમાં જે યુવતી છે તેને એ કરી બતાવ્યું જે કેટરીના-દીપીકા પણ પાછળ રહી ગઇ. આ છોકરીનું નામ પ્રિયા પ્રકાર વારીયર છે. પ્રિયા મલયાલી એકટ્રેસ અને મોડેલ છે. સાથે જ પ્રિયા મોહિની અટ્ટમ ડાન્સ ફોર્મની ટ્રેંડ ડાન્સર પણ છે.
આ સિવાય પ્રિયા ગીત પણ બહુ જ સરસ ગાઇ છે. જયારે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ જોયું તો તેમાં કેટલાક સુરીલા વીડિયો સામે આવ્યા છે. તેમાં એક વીડિયોમાં પ્રિયા ચન્ન મેરેયા અને બીજા ગીતમાં તુમ હી હો ગીત ગાતી નજર આવે છે. તેનાથી ખ્યાલ આવે છે કે પ્રિયાને એકટીંગની સાથે ડાસિંગ અને સિંગિગમાં પણ દિલચશ્શી રાખે છે.