આ અભિનેત્રી પર ફિલ્માવવા આવ્યા છે સૌથી વધુ બળાત્કાર સીન, ૨૭ વર્ષની ઉંમરમાં જ થયું હતું નિધન

27 Aug, 2018

૬૦ અને ૭૦ના દાયકામાં બોલીવુડની આ હીરોઇનને જે શોહરત મેળવી, તે બધાના ભાગમાં નથી આવતી. જુની ફિલ્મોના શોખીન લોકો આ ચહેરાને નહીં ભુલ્યા હોય. માસુમ મુસ્કારતો આ ચહેરો થોડાક સમયમાં જ બોલીવુડનો પ્રખ્યાત ચહેરો બની ગયો. એ વાત અલગ છે કે વધુ પડતા ફિલ્મોમાં તે સાઇડ રોલમાં જ હતી. તેમ છતાં તેના ચાહવાવાળાની કોઇ કમી ન હતી.

અમે વાત કરી રહયા છીએ નજીમાની, જે વધુ પડતી ફિલ્મોમાં હીરો કે હીરોઇનની બહેનના પાત્રમાં નજર આવે છે. આ કારણથી તેને બોલીવુડની બહેન પણ કહેવામાં આવતી હતી. નજીમા ભલે જ સપોર્ટીંગ પાત્રમાં નજર આવતી હત, પરંતુ તેણે પોતાના અભિનય અને સુંદરતાથી દર્શકોના દિલમાં રાજ કર્યું હતુઁ.

નજીમાનો જન્મ ૧૯૪૮માં થયો હતો અને તેને નાનપણથી ફિલ્મોનો શોખ હતો. તેમને બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મો શરૂ કરી હતી. જો કે ફિલ્મ ઉંમર કૈદમાં તેમણે વયસ્ક ભૂમિકા કરવાની શરૂ કરી. ત્યારે તે માત્ર ૧૪ વર્ષની હતી.

નજીમા પર જ સૌથી વધારે રેપ સિન ફિલ્માવવામાં આવ્યા છે. હકીકતમાં તે દિવસો આ રીતની સ્ટોરીનું ચલણ હતું. જેમાં હીરોની બહેની હોય છે અને તેની ફિલ્મનો વિલેન દુષ્કર્મ કરે છે.

નજીમાની સુંદરતા અને માસુમિયતની આગળ ફિલ્મોની મુખ્ય અભિનેત્રીઓના પરસેવા છુટી જતા હતા. પરંતુ દુર્ભાગ્યવશ ૧૯૭૫માં કેન્સરને કારણે ૨૭ વર્ષની ઉંમરમાં તેનું નિધન થઇ ગયું. ભારતીય સિનેમાં પોતાના ટુંકા પરંતુ સફળ કેરીયરમાં તેમણે ૩૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું.

તેની છેલ્લી ફિલ્મ જે તેના મૃત્યુથી પહેલા રીલીઝ થઇ હતી દયાર એ મદીનામાં તે મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં હતી. તેની ફિલ્મ લવ એન્ડ ગોડ ઓફ રંગ ખુશ તેના મૃત્યુ પછી રીલીઝ થઇ.