બોલીવુડમાં આ અભિનેત્રી પર થયો છે સૌથી વધારે બળાત્કાર, માત્ર ૨૭ વર્ષની ઉંમરમાં આ કારણે થઇ દર્દનાક મોત

27 Mar, 2018

 ફિલ્મી દુનિયામાં નઝીમાને વધુ પડતા બહેન અથવા પછી એકટ્રેસની બહેનપણીનો અભિનય મળતો હતો હકીકતમાં ફિલ્મમાં નઝીમા પર બળાત્કારનો સીન ફિલ્માવવા માટે તેને અભિનય આપવામાં આવતો હતો. જણાવી દઇએ કે માસુમ અને ખુબસુરત ચહેરાને કારણે નિર્દેશક તેને હીરોની બહેનના અભિનય માટે ખુબ પસંદ કરતા હતા.

નઝીમાનો મહારાષ્ટ્રમાં નાસિકમાં ૧૯૪૮માં જન્મ થયો હતો. શરૂઆતમાં નઝીમા ફિલ્મોની તરફ ઘણો લગાવ હતો. તેને બાળ કલાકાર તરીકે બેબી ચાંદ, હમ પંછી એક ડાલ કે જેવી ફિલ્મોમાં અભિનયથી લોકોના દિલ જીત્યા હતા. બોલીવુડમાં તેના અભિયનના ખુબ વખાણ કરવામાં આવતા હતા.

૧૯૬૦ થી ૭૦ના દશકામાં ફિલ્મમાં રેપ સીનને પ્રમુખતાથી લેવામાં આવતો હતો. ત્યાં સુધી કે ફિલ્મોની પુરી વાર્તા રેપ પર ટકેલી રહેતી અને આ રોલ માટે ડાયરેકટરની પહેલી ચોઇસ નઝીમા રહેતી હતી. બોલીવુડમાં રેપના સીન કરતા કરતા તેને રેપની રાની પણ કહેવામાં આવવા લાગી હતી.

નઝીમાની ફિલ્મ કેરીયરમાં ફિલ્મ નિશાન, રાજેન્દ્ર કુમારની સાથે ફિલ્મ આરજુ (૧૯૬૫), દિલ્લગી(૧૯૬૬), તમન્ના(૧૯૬૯), અનજાના(૧૯૬૯), જેવી ફિલ્મોમાં સપોર્ટીગ રોલ માટે અને ફિલ્મની વાર્તાના આધાર પર તેને વધારે બહેનના રોલની ઓફર મળતી હતી. ૧૯૭૨માં આવેલી બેઇમાનમાં તેને એકટર મનોજ કુમારની સામે પોતાનો અભિનયનો શાનદાર પ્રદર્શન કર્યું. આ ફિલ્મ માટે તેને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. નઝીમાની છેલ્લી ફિલ્મ લવ એન્ડ ગોડ હતી જે તેના મૃત્યુ પછી રીલીઝ થઇ હતી.

બહેનનો રોલ કરતા કરતા નઝીમાને બોલીવુડની બહેન પણ કહેવા લાગ્યા હતા. ૧૯૬૦-૭૦ના દાયકામાં એકટરની બહેન બનવાને કારણે તેને આ નામ મળ્યું હતું.

પરંતુ દુ:ખની વાત એ છે કે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણો ઓછો સમય આપ્યો. હકીકતમાં ૧૯૭૫ની શાલમાં કેન્સરને કારણે તેની માત્ર ૨૭ વર્ષની ઉંમરે મોત થઇ ગઇ.