બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીએ પંખાથી લટકીને કર્યો સુસાઇડ, દુ:ખમાં ગરક થઇ ગયું બોલીવુડ

14 Jul, 2018

 બોલીવુડે ઘણી જ ખુબસુરત અને સારી અભિનેત્રીઓને ખોઇ છે. એક-બે ફિલ્મોમાં કામ કર્યા પછી હિરોઇનો દુનિયાને અલવિદા કહી ગઇ.

 

 

જી હાં, આજે અમે તમને આવી જ એક અભિનેત્રીની વાત કહેવા જઇ રહયા છીએ. સનિ દેઓલની સુપરહિટ ફિલ્મમાં માં તુઝે સલામમાં નીલી આંખો વાળી આ હીરોઇન અરબાઝન ખાનની પ્રેમિકા બની હતી.

આ ફિલ્મ દેશભકિત પર આધારીત હતી. સની દેઓલની આ ફિલ્મ ભારત અને પાકિસ્તાનની વચ્ચેની લડાઇ પર બની હતી. આ ફિલ્મમાં આ અભિનેત્રીને ખાસ કરીને નોટીસ કરવામાં આવી હતી. આખું ભારત આ અભિનેત્રીની ખુબસુરતી પર ફિદા થઇ ગયું હતું. 

 

 

ફિલ્મ ઘણી હીટ રહી અને તેના ગીતોએ પણ ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં સની દેઓલ સિવાય તબ્બુ, અરબાઝ ખાન પણ નજર આવ્યા હતા. અરબાઝ ખાન આ ફિલ્મમાં એક આતંકવાદી સંગઠનની સાથે જોવા મળ્યો હતો.

તેની પ્રેમિકાનું પાત્રનો રોલ કર્યો હતો મોનલ નવલને. મોનલની ખુબસુરતી જોઇને લોકો દંગ રહી ગયા હતા. ફિલ્મનું ગીત છોડ કે ના જા સાથિયા... ઘણું હીટ થયું હતું. મોનલનને દર્શકોએ ઘણી પસંદ કરી હતી પરંતુ તે અચાનક દુનિયા છોડી ગઇ.

મોનલ નવલે ફિલ્મમાં તુઝે સલામની રીલીઝના થોડાક સમય પછી જ સુસાઇડ કરી લીધો હતો. માત્ર ર૧ વર્ષની ઉંમરમાં જ મોનલે ૩૦ એપ્રિલ ર૦૦રમાં ચેન્નઇ પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તેની લાશ તેના ઘરમાં જ મળી હતી.

 

 

મોનલની આત્મહત્યા પછી પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે તેના મૃત્યુના થોડાક દિવસ પહેલા જ તેનું પ્રસન્ના સુજીતની સાથે બ્રેકઅપ થયું હતું. પ્રેમમાં દગો મળવા પર મોનલ ઘણી દુ:ખી થઇ ગઇ હતી.

તે ઘણી ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી. જેના કારણથી તેને આત્મહત્યા કરી લીધી. મોનલએ હિન્દી ફિલ્મો સિવાય તેલુગુ, તમિલ, કન્નડ વગેરે ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. બોલીવુડની આ ખુબસુરત અભિનેત્રીને જલ્દી જ ખોઇ દીધી હતી.