માત્ર 25 વર્ષની આલિયા ભટ્ટ પાસે છે પાંચ લાખની બેગથી 10 કરોડના ઘર સુધીની મોંઘીદાટ વસ્તુઓ

27 Aug, 2018

બોલિવૂડ એક્ટ્રેસ હાલમાં રણબિર કપૂરના સંબંધોને કારણે ચર્ચામાં છે. આલિયા તથા રણબિર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પહેલી જ વાર કામ કરી રહ્યાં છે. માત્ર 19 વર્ષની વયે બોલિવૂડ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી ડેબ્યૂ કરનારી આલિયા હવે 25ની થઈ છે. આટલી નાની ઉંમરમાં આલિયાની નેટ વર્થ 27 કરોડ રૂપિયા અને વાર્ષિક આવક 7 કરોડ રૂપિયા છે.


આલિયા ભટ્ટ બોલિવૂડની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસિસમાંથી એક છે. નાની ઉંમરમાં જ આલિયાએ પોતાના પાવરપેક્ડ પર્ફોમન્સથી માત્ર ચાહકો જ નહીં ક્રિટિક્સની પણ વાહ-વાહી મેળવી છે. આલિયાએ 'હાઈવે', 'ઉડતા પંજાબ', 'ડિયર જિદંગી' જેવી ફિલ્મ્સ કરીને પોતાની એક્ટિંગ ક્ષમતાનો પરચો આપ્યો છે. આલિયાની 2015માં આવેલી શાહિદ કપૂર સાથેની ફિલ્મ 'શાનદાર' સિવાય એક પણ ફિલ્મ ફ્લોપ થઈ હતી. 2018માં રીલિઝ થયેલી 'રાઝી'એ 122 કરોડની કમાણી કરી છે. સતત હિટ ફિલ્મ્સ આપતી આલિયા પાસે સાત સૌથી મોંઘી વસ્તુઓ છે.


1. Hermès, Kelly Bag
આલિયા ભટ્ટ સાથે Hermès, Kelly Bag છે. 32 સેમીની આ બેગ ટોગો લેધરમાંથી બનાવવામાં આવે છે. આલિયા પાસે પાંચ લાખ રૂપિયાની આ કોસ્ટલી બેગ છે. આલિયા જે બેગ છે, તેનો રંગ ઈલેક્ટ્રિક બ્લૂ છે.

2. બ્લેક સિલ્ક ગાઉનઃ
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે એક એવોર્ડ સેરેમનીમાં મુંબઈ સ્થિત ડિઝાઈનર ઝુહૈર મુરાદનું ડિઝાઈનર બ્લેક સિલ્ક ગાઉન પહેર્યું હતું. આ ગાઉનની કિંમત 23 લાખ રૂપિયા છે.

3. ઓડી એ6
જ્યારે લક્ઝૂરિયસ કાર કલેક્શનની વાત આવે એટલે બોલિવૂડ સેલેબ્સ ટોચ પર જ હોય છે. આલિયા પણ કાર્સ પાછળ દિવાની છે. આલિયા પાસે ઓડી એ6 ગ્રે રંગની છે અને તેની કિંમત 60 લાખ રૂપિયા છે.

4. રેન્જ રોવર ઈવોક
આલિયા પાસે 85 લાખની રેન્જ રોવર ઈવોક ગ્રે રંગની છે. આલિયા ઘણીવાર પોતાની આ રેન્જ રોવરમાં જોવા મળી છે.

5. મુંબઈમાં ઘરઃ
મુંબઈના જૂહુમાં આલિયા ભટ્ટનું પોતાનું લેવિશ ઘર છે. ઘરનું ઈન્ટિરિયર સેલિબ્રિટી ઈન્ટિરિયર ડિઝાઈનર રિચા બહલે કર્યું છે. આ ઘરની કિંમત 10 કરોડ રૂપિયા છે.