માધુરી દીક્ષિતને બેડરૂમમાં લઇ જવા ઇચ્છતો હતો આ ૧૭ વર્ષ નાનો એકટર, માધુરી બોલી - બચ્ચે શર્મ કર

22 Jun, 2018

 માધુરી દિક્ષીત બોલીવુડની એ એકટ્રેસમાંથી એક છે જેની સાથે દરેક મોટો સ્ટાર કામ કરવા ઇચ્છે છે. ૯૦ના દાયકામાં માધુરી દિક્ષિતનું કેરીયર શરૂ થયું હતું અને તેનું સ્ટારડમ આજે પણ ખત્મ નથી થયું.

ત્યાં સુધી કે જયારે જેકી શ્રોફ વિથ કરણમાં આવ્યો હતો તો તેણે માધુરી દિક્ષિત માટે પોતાના પ્રેમનો એકરાર કર્યો હ તો. જેકી શ્રોફ સિવાય બોલીવુડનો એક યંગ સ્ટાર છે જેનું દિલ માધુરી દિક્ષિત માટે ધડકે છે.
 
 

ચાર વર્ષ પહેલા કોફી વિથ કરણમાં માધુરી દિક્ષિતની સામે સિદ્ધાર્થે પ્રેમનો ખુલાસો કર્યો હતો. હકીકતમાં માધુરી દિક્ષિત અને જુહી ચાવલા સ્ટેજ પર બેઠા હતા. ત્યારે કરણએ એક વીડિયો માધુરી દિક્ષિતને બતાડયું. આ વીડિયોમાં સિદ્ધાથે કંઇક કહયું, તે સાંભળી માધુરી દિક્ષિત હેરાન રહી ગઇ. તેણે કહયું તે ઘણી સારી ડાન્સર છે તેના મુવ્સ મારા મગજમાં ચાલતા રહે છે આ તે યુવતી છે જેને બેડરૂમ સુધી લઇ જવા ઇચ્છું છું.

સિદ્ધાર્થની વાત સાંભળી માધુરી દિક્ષિતે કહયું  હતું, હું હેરાન છું, શું સાચે જ સિદ્ધાર્થે આવું કહયું.