માધુરી દિક્ષીતને બેડરૂમમાં લઇ જવા ઇચ્છતો હતો આ ૧૭ વર્ષ નાનો એકટર, માધુરી બોલી, બચ્ચે શરમ કર

10 Feb, 2018

 માધુરી દિક્ષીત બોલીવુડની એ હિરોઇનમાંથી એક છે જેની સાથે દરેક મોટો એકટર કામ કરવા ઇચ્છે છે. ૯૦ના દાયકામાં માધુરી દિક્ષીતની કેરીયરની શરૂઆત થઇ અને એનું સ્ટારડમ આજ સુધી ખત્મ નથી થયું.

ત્યાં સુધી કે જયારે જૈકી શ્રોફ કોફી વિથ કરણમાં આવ્યો હતો ત્યારે તેેણે માધુરી દિક્ષિત માટે પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. જેકી શ્રોફ સિવાય બોલીવુડના એક યંગ સ્ટાર છે જેનું દિલ માધુરી દિક્ષીત માટે ઘડકે છે.
આ સ્ટારનું નામ છે સિદ્ધાર્થ મલ્હોેત્રા. જી હાં, સિદ્ધાર્થ હાલમાં પોતાની આવનારી ફિલ્મ અય્યારી માટે પ્રમોશન કરી રહયો છે. ચાર વર્ષ પહેલા કોફી વિથ કરણમાં માધુરી દિક્ષિતની સામે સિદ્ધાર્થના પ્રેમનો ખુલાસો થયો હતો.
હકીકતમાં, માધુરી દિક્ષિત અને જુહી ચાવલા સ્ટેજ પર બેઠા હતા. ત્યારે કરણે એક વીડિયો માધુરી દિક્ષીતને બતાવ્યો. આ વિડીયોમાં સિદ્ધાર્થએ જે કહયું તે સાંભળી માધુરી દિક્ષિત હેરાન થઇ ગઇ. તેણે કહયું, તે ઘણી સારી ડાન્સર છે, તેના મુવ્સ મારા મગજમાં ચાલ્યા જ રાખે છે. આ એ જ યુવતી છે જેને બેડરૂમ સુધી લઇ જવા ઇચ્છું છું.
સિદ્ધાર્થની વાત સાંભળી માધુરી દિક્ષિતે કહયું, હું હેરાન છું, શું સાચે જ સિદ્ધાર્થે આવુ કહયું હતુ. 

Loading...

Loading...