શાહિદ કપૂરની પત્ની મીરાને જાય છે સાતમો મહિનો, પતિ રાખે છે ખાસ ધ્યાન

21 Aug, 2018

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત હાલમાં બીજીવાર પ્રેગ્નન્ટ છે. હાલમાં જ શાહિદ પત્ની મીરા સાથે મૂવી ડેટ પર ગયો હતો. અહીંયા શાહિદ પ્રેગ્નન્ટ પત્નીનું ઘણું જ ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. હાલમાં મીરા રાજપૂતને સાતમો મહિનો જાય છે. મીરા બીજા સંતાનને ઓક્ટોબર મહિનામાં જન્મ આપશે.


શાહિદ લાગ્યો હેન્ડસમઃ
શાહિદ તથા મીરા મૂવી ડેટમાં સાથે જોવા મળ્યાં હતાં. શાહિદ બ્લેક પ્રિન્ટેડ ફ્લોરલ ટી-શર્ટ તથા બ્લૂ જીન્સમાં હેન્ડસમ લાગતો હતો. મીરાએ સિમ્પલ બ્લેક ટંક ટોપ તથા બ્લેક જીન્સમાં બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો.


બાળકના જન્મ સમયે લેશે પેટરનીટી લીવઃ
ઓક્ટોબર મહિનામાં શાહિદ કપૂર પેટરનીટી લીવ લેશે. ત્યારબાદ શાહિદ પોતાની ફિલ્મ 'અર્જુન રેડ્ડી'નું શૂટિંગ દિલ્હીમાં શરૂ કરશે. આ ફિલ્મ તેલુગુ હિટ ફિલ્મની હિંદી રીમેક છે. દિલ્હીમાં શૂટિંગ સમયે શાહિદની સાથે મીરા-મીશા પણ આવશે.