જીતેન્દ્ર ઉપર તેની બહેને લગાવ્યો બળાત્કારની કોશિષનો આરોપ, ચિઠ્ઠીમાં જણાવ્યું, શું થયું હતું તે રાત્રે

08 Feb, 2018

 જીતેન્દ્ર ૧૧ વર્ષથી લાઇમલાઇટથી દુર છે. છેલ્લે તેણે ૨૦૦૭માં આવેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં ગેસ્ટ એપીયરેન્સમાં જોવા મળ્યો હતો. આટલા વર્ષો પછી જીતેન્દ્ર ફરી પાછો એકવાર ચર્ચામાં આવ્યો છે. જીતેન્દ્રની કઝીને તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. બહેને હિમાચલ પ્રદેશને લેખિત ફરીયાદ દઇને કહયું કે, નશાની હાલતમાં જીતેન્દ્રે તેના પર બળાત્કારની કોશિષ કરી હતી.

ચિઠ્ઠી મુજબ, મારા પિતાની બહેનના દીકરા રવિ કપુર એક પ્રોફેશ્નલ એકટર છે, તેને જીતેન્દ્રના નામથી બધા જાણે છે, જયારે હું ટીનેજર હતી, ત્યારે હું તેના પરિવારને મળી હતી. કયારેક કયારેક અમે એકબીજાને મળતા હતા ત્યારે હંમેશા સંબંધીઓ હાજર રહેતા. આ જાન્યુઆરી ૧૯૭૧ની વાત છે. જયારે હું ૧૮ વર્ષની હતી અને જીતેન્દ્ર ૨૮ વર્ષનો. તેણે મારા પિતાને કહીને મને એ જગ્યાએ બોલાવી જયાં તેની ફિલ્મનું શુટીંગ ચાલુ હતું. મને એ બાબતનો કંઇ ખ્યાલ ન હતો કે મને એકલીને બોલાવામાં આવી હતી. આ બધુ મારી જાણકારીની બહાર થયું હતું. મિ. કપુર પોતાના બે સાથીઓ અને ડ્રાઇવરની સાથે આવ્યા હતા. ત્યારપછી એક ગ્રુપની કારમાં મને દિલ્હીથી શિમલા લઇ ગયા. આ દરમ્યાન રસ્તામાં મારી સાથે કોઇએ વાત ન કરી. જયારે અમે શિમલા પહોંચ્યા તો સીધા મને હોટલના રૂમમાં લઇ ગયા. જયાં બે અલગ અલગ બેડ હતા. જીતેન્દ્રએ કહયું તે બહાર ફરવા જાય છે, ફરી પાછા આવશે. 
હું થાકેલી હતી અને સુવા ચાલી ગઇ. મોડી રાત્રે જયારે જીતેન્દ્ર પાછા આવ્યા તો હું દિવાલની બાજુ મોઢું રાખીને સુતી હતી. તે બેડ પર આવ્યા અને મારી સાથે બળાત્કારની કોશિષ કરવા લાગ્યા. મેં મારી જાતને બચાવવાની કોશિષ કરી. તેના મોઢામાં દારૂની વાંસ આવતી હતી. મેં તેને મારાથી દુર કરવાની કોશિષ કરી, પરંતુ તે ગંદી હરકતો કરતા રહયા. હું દીવાલ અને કઝીનની વચ્ચે ફસાઇ ગઇ. તેણે મને જબરદસ્તીથી દબાવી દીધી. મારી પાસે બચવાનો કોઇ ઉપાય ન હતો. તે મારી સાથે જબરદસ્તી કરતા રહયા. થોડાક સમય પછી તે પોતાના બેડ પર સુવા ચાલ્યા ગયા અને હું ખામોશીથી સુઇ ગઇ.
બીજે દિવસે જીતેન્દ્રએ મારી સાથે વાત કરી નહીં. તેના ડ્રાઇવરને મને કેટલાક કપડા ખરીદી દેવાનું કહયું અને મને દિલ્હી પાછી છોડી દીધી. સાચુ માનો આ વાત એકદમ સાચી છે. જીતેન્દ્રની બહેને એ પણ કહયું કે તેને આ ઘટના બતાવવામાં વર્ષો લાગી ગયા. તેને હિંમ્મત સોશ્યલ મીડિયામાં ચાલી રહેલા ખઊઝઘઘ કેમ્પેઇનની લીધે આવી.
આ વાત પર જીતેન્દ્રના વકીલ રીજવાની સિદ્દીકીનું પણ નિવેદન સામે આવ્યું છે. વકીલનું કહેવું છે કે આ બધા આરોપ બેબુનિયાદ, હાસ્યાસ્પદ અને મનઘડત છે. આ માત્ર એકટરને પરેશાન કરવાની સાજીસ કરવામાં આવી રહી છે. લગભગ ૪૭ વર્ષ પછી આ આરોપો પર કોઇ પણ કાનુન કે કાનુની એજન્સી વિચાર ન કરી શકે. તમને જણાવી દઇએ કે આ મામલામાં જીતેન્દ્ર કે તેના પરિવારની તરફથી કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.