સૌથી મોટો સટ્ટેબાજ નીકળ્યો સલમાનનો ભાઇ અરબાઝ ખાન : મલાઇકાએ આ કારણે જ આપ્યા હતા છુટાછેડા, કરોડો ડુબાડયા

02 Jun, 2018

 આઇપીએલમાં જોડાયેલા સટ્ટેબાજીના મામલામાં અભિનેતા સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાન ફસાતો જઇ રહયો છે. અરબાઝ ખાને શનિવારના થાણે એન્ટી એકસટોર્શન સેલમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતુ.

આ દરમ્યાન અરબાઝે ઘણા મહત્વના ખુલાસા પણ કર્યા છે. અરબાઝ ખાને પુછતાછમાં જણાવ્યું કે છેલ્લા છ વર્ષોથી આઇપીએલમાં સટ્ટો લગાવી રહયો છે. ગયા વર્ષે આઇપીએલમાં ર કરોડ ૭પ લાખની બેટીંગ તે હાર્યો પરંતુ ત્યારપછી તે ઘણા મેચમાં સોનુ જાલાનને કારણે જીત્યો પણ ખરા.

પુછતાછ દરમ્યાન અરબાઝ ખાને જણાવ્યું કે લગ્નમાં થયેલા અણબનાવના કારણથી તે ઘણો ડિપ્રેશનમાં પણ હતો અને આર્થિક રૂપથી છેલ્લા ઘણા વર્ષોથી કમજોર હતો. અરબાઝન ખાને પુછતાછમાં બતાવ્યું કે તે શૌકિયા તરીકે બેટીંગ કરતો હતો અને ઘણા ઇન્ટરનેશનલ મેચ અને ખાસ કરીને આઇપીએલમાં તે બેટીંગ કરતો હતો. તેના કારણે પરિવારમાં પણ તેને ઘણું સારુ-ખરાબ સાંભળવું પડતું હતું. તેની એકસ વાઇફ અને પિતા પણ તેને બેટીંગ રોકતા હતા. સુત્રોના જણાવ્યા મુજબ પુછતાછમાં એ પણ સમાચાર મળ્યા છે કે સટ્ટેબાજીમાં કરોડો રૂપિયા ડુબવાને કારણે મલાઇકાએ અરબાઝને તલાક દેવાનો નિર્ણય કરી લીધો. પુછતાછમાં અરબાઝ ખાને જણાવ્યું કે છેલ્લા છ વર્ષથી તે સોનુ જાલાનના સંપર્કમાં હતો પરંતુ તેને યાદ નથી કે બુકી સોનુ જાલાનને તેણે કોને મેળવ્યો હતો.

એન્ટી એકસટોર્શન સેલના જણાવ્યા પ્રમાણે, સોનુ જાલાને ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝના બેટીંગના રૂપિયા આઇપીએલમાં લગાવ્યા હતા અને નફો પણ કર્યો હતો. સાથે જ ઘણા બોલીવુડ સેલિબ્રિટિઝને બ્લેકમેલ કરી રહયો હતો કે જો સોનુ જાલાનને પૈસા ન મળ્યા, તો સોશ્યલ મીડિયા પર તે બોલીવુડ સેલિબ્રિટીના નામોનો સ્ટિંગ કરેલા વીડિયોઝની સાથે એકસપોઝ કરી દેશે. થાણેના એન્ટી એકસર્ટોશનના જણાવ્યા પ્રમાણે, અભિનેતા અરબાઝ ખાને સોનુ જાલાન દ્વારા ઘણા સમય પહેલા બેટીંગ કરી હતી અને કરોડો રૂપિયા હાર્યો હતો. બુકી સોનુ જાલાન આ પૈસાની વસુલી માટે લગાતાર અરબાઝ ખાનને બ્લેકમેલ કરી રહયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ૪ર વર્ષનો સટ્ટેબાઝ સોનુ જાલાન દાઉદ ઇબ્રાહિમ ગેંગથી ઘણો નજીક છે. તે પાકિસ્તાન અને સઉદી અરબમાં રહીને ક્રિકેટમાં સટ્ટેબાજી કરતો હતો. પોલીસે તેને કલ્યાણ કોર્ટથી ત્યારે ધરપકડ કરી હતી જયારે તે આ કેસમાં એક આરોપીને મળવા આવ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ ડી કંપનીમાટે કામ કરવાવાળો સોનુ મલાડમાં બે ક્રિકેટ મેચ ફિકસ કરી હતી.

કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેકટર પ્રદિપ શર્માના જણાવ્યા પ્રમાણે, સટ્ટાબાજી રેકેટમાં સોનુ જાલાનનો વાર્ષિક ટર્નઓવર લગભગ ૧૦૦ કરોડ છે. જાલાનના નામ પર ઘણા કેસ દાખલ છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સઉદી અરબ, દક્ષિણ અફ્રી સહિત ઘણા દેશોમાંં તેનું નેટવર્ક છે. તે ભારતમાં અમદાવાદ, દિલ્હી, જયપુર, કોલકતા, ચંડીગઢમાં તેની ગેંગ એકટીવ છે.