તમારા ભાઇની સુખ-સમૃદ્ધિ જોવા ઇચ્છો છો ? તો રાશિ અનુસાર પસંદ કરો રાખડીનો કલર

23 Aug, 2018

 રક્ષાબંધનનો તહેવાર ઘણી બધી ખુશીઓ લઇને આવે છે પરંતુ એક એવા વચનની સાથે જે એક બહેન પોતાના ભાઇના કાંડા પર રાખી બાંધીને માંગે છે. એ વચન પ્રેમ અને વિશ્ર્વાસનું હોય છે. એમ તો બજારમાં જાતભાતની ઢગલાબંધ રાખડીઓ મળે છે. દરેક બહેન પોતાના ભાઇઓ માટે બેસ્ટ રાખડી શોધવાની હોડમાં લાગતી જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે કે રાખડીનો સાચો કલર તમારા ભાઇના જીવનમાં ખુશીઓની લહેર લઇ આવી શકે છે. જયોતિષના જણાવ્યા મુજબ જો તમે ઇચ્છતા હોય કે તમારો ભાઇ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે તો તેની રાશિ મુજબ જ રાખડીનો કલર પસંદ કરવો જોઇએ. કેમ કે કલર જીવનમાં પોઝીટીવીટી લઇને આવે છે અને બધા મુશ્કેલીઓ દુર કરી દે છે. અહીં બને શકે કે તમને તે રંગની રાખડી બજારમાં ન મળે તો તેનો ઉપાય એ છે કે તમે રક્ષાબંધન પહેલા તે કલરની દોરી પોતાના ભાઇના કાંડા પર બાંધી દો તો તેનાથી પણ તમારા ભાઇને તે ફળ મળશે જે તે રંગની રાખડી બાંધવા પર મળશે. તો જાણો રાશિ અનુસાર કયા કલરની રાખડી તમારા ભાઇ માટે સાબિત થશે લકી...

મેષ

જો ભાઇની રાશિ મેષ છે તો તેમને લાલ રંગની રાખડી બાંધો. આ રાશિનો ગ્રહ મંગળ છે, આ માટે લાલ રંગ હંમેશા જ તમારા માટે લકી સાબિત થશે. તેનાથી શરીરમાં પોઝીટીવ એનર્જીનો સંચાર થશે. કુમકુમનો ચાંદલો કરો અને દીધાર્યુની મંગલકામના કરતા રાખડી બાંધો.

વૃષભ

જો ભાઇની રાશિ વૃષભ છે તો તેને બ્લુ કે લીલા રંગની રાખડી બાંધો. તે રાશિના લોકો માટે પીળા અને લીલા રંગના મિશ્રણ બનેલા કલર શુભ માનવામાં આવે છે. તે રંગ તેમને માનસિક પરેશાનીઓથી દુર રાખશે. આ રાશિના લોકોને ખાસ કરીને લાલ રંગથી દુર રહેવું જોઇએ.

મિથુન

જો ભાઇની રાશિ મિથુન છે તો તેમને પીળા કે લીલા રંગની રાખડી બાંધો. હકીકતમાં આ રાશિના ભાઇ ઘણા બુદ્ધિમાન અને ક્રિએટીવ હોય છે અને પીળો રંગ બુદ્ધિ, મન અને પ્રેરણાત્મક વિચારોનું પ્રતિક છે. તેનામાં આત્મવિશ્ર્વાસ ઉત્પન્ન કરશે અને કેરીયર આગળ ધપાવવામાં મદદ મળશે.

કર્ક

જો ભાઇની રાશિ કર્ક છે, તો તેમણે ચમકીલા સફેદ કે ગ્રે રંગની રાખડી બાંધો. હકીકતમાં આ રાશિના લોકો ચંદ્રમાથી પ્રભાવિત હોય છે, આ કારણે તેમને માનસિક અશાંતિ હંમેશા પરેશાન કરે છે. આ કારણથી તેમણે સફેદ રંગ વધારે સુટ કરે છે. તમે ઇચ્છો તો તેને ચાંદીની રાખડી પણ બાંધી શકો છો.

સિંહ

જો ભાઇની રાશિ સિંહ છે તો તેમને ગોલ્ડન કે ઘાટા પીળા રંગની રાખડી બાંધો, આ રાશિનો સ્વામી ગ્રહ સુર્ય હોય છે તે કારણે તેમને ચમકીલા રંગ જ સુટ કરે છે. કેસરનું તિલક કરી તેમને રાખડી બાંધો, તેનાથી તેનુ ભાગ્ય ઉજજવલ થશે.

કન્યા

જો ભાઇની રાશિ કન્યા છે, તો તેમને ઘાટા ભુરા  કે બ્લુ રંગની રાખડી બાંધો. આ રંગ આત્મવિશ્ર્વાસ જગાવે છે અને જીવનના દરેક પળમાં બેલેન્સ બનાવી રાખવામાં પણ સફળતા અપાવે છે.

તુલા

જો ભાઇની રાશિ તુલા છે, તો તેમને સફેદ કે ગુલાબી રંગની રાખડી બાંધો અને કેસરનું તિલક કરો. આ તેમને ન્યાય કરવા અને સાચા નિર્ણયની શકિત પ્રદાન કરશે. આ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ હોય છે અને આ રંગ તેના સૌભાગ્યનો પ્રતિક છે.

વૃશ્ર્વિક

જો ભાઇની રાશિ વૃશ્ર્વિક છે તો તેમને મરૂન કલરની રાખડી કે દોરી બાંધો અને લાલ રંગની મિઠાઇ કે પાન ખવડાવો. આ રાશિના લોકો એનર્જીથી ભરપુર હોય છે તે દરેક મામલામાં ઉત્તેજીત પણ જલ્દી થઇ જાય છે. આ કારણથી તેમના માટે કાળો કે મરૂન રંગ શાંતિદાયક હોય છે.

ધન

જો ભાઇની રાશિ ધન છે, તો તેમને રીંગણા કે પળા રંગની રાખડી બાંધો અને હળદરનો ચાંદલો કરો. રંગીણા કલર વિલાસિતા અને ભોગનો રંગ છે. આ પ્રયોગથી કામ ભાવ મજબુત થાય છે. આ તેનામાં આત્મવિશ્ર્વાસ જગાવે છે અને તેને કયારેય નિરાશ થવા નથી દેતો.

મકર

જો ભાઇની રાશિ મકર છે, તો તેને બ્લુ કલરની રાખડી બાંધો અને કેસર ચંદનનું તિલક કરો. આ તેમને બિઝનેસ કે નોકરીમાં સફળતા પ્રદાન કરશે. આ રંગ તેની રક્ષા કરે છે, સાથે જ સફળતાના રસ્તા પર ખોલી આપે છે.

કુંભ

જો ભાઇની રાશિ કુંભ છે, તો તેમને આસમાની બ્લુ કલર જેવા શેડસની રાખડી બાંધો અને ચંદનનું તિલક કરો. તેનાથી તે દરેક જગ્યાએ જીત મેળવી શકશે. સાથે તેનો મનોબળ પણ વધશે.

મીન

મીન રાશિનો સ્વામી ગુરૂ છે, આ માટે તેમને નારંગી, ફાલસી, પીળા કે કેસરીયા રંગના શેડસ વધારે ઉપયોગ કરવો જોઇએ. જો ભાઇની રાશિ મીન છે, તો નારંગી પીળા કે કેસરીયાના શેડસની રાખડી બાંધો અને હળદરનું તિલક કરો. આ તેમને સુકુન દેવાની સાથે સફળતાની ઉંચાઇઓ સુધી પહોંચાડે છે અને માન-સમ્માન પણ વધારે છે.