રક્ષા બંધનઃ જાણો, શા માટે બાંધવામાં આવે છે રક્ષા સૂત્ર?

22 Aug, 2018

હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ભાઈ-બહેનનો તહેવાર રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેની લાંબી આયુ અને પ્રસન્નતા માટે પ્રાર્થના કરે છે. અને ભાઈ પોતાની બહેનની કોઈપણ પરિસ્થિતિમાં રક્ષા કરવાનું વચન આપે છે. આ રાખડીના મધ્યે ભાવનાત્મક પ્રેમ પણ છૂપાયેલો હોય છે. આ વખતે રક્ષા બંધનનો તહેવાર 26મી ઓગસ્ટ રવિવારે શતભિષા નક્ષત્ર અને કુંભ રાશિસ્થ ચન્દ્રમં પડી રહ્યો છે.
 

 
રાખડી બાંધવાની પ્રથા
કાંડા પર રાખળી બાંધવાની પ્રથા ત્યારથી ચાલી આવે ચે જ્યારથી દાનવીર રાજા બલિની વીરતાની રક્ષા માટે ભગવાન વામને એમના કાંડા પર રક્ષા સૂત્ર બાંધ્યું હતું. શાસ્ત્રોમાં આ શ્લેકનો ઉલ્લેખ પણ મળી આવે છે. "યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ। તેન ત્વામાનુવધ્રામિ રક્ષે મા ચલ મા ચલા।।" રક્ષા સૂત્ર બાંધવાથી ત્રિદેવ બ્રહ્મા, મહેશ અને ત્રણેય દેવી લક્ષ્મી, સરસ્વતી અને મા દુર્ગાની કૃપા બની રહે છે.

આવી સમસ્યાઓથી છૂટકારો મળે
શરીરની સંરચનાનું મુખ્ય નિયંત્રણ હાથના કાંડામાં હોય છે. માટે કાંડામાં રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધવાથી આત્મ વિશ્વાસ આવે છે અને ત્રણેય દોષ વાત, પિત્ત અને કફમાં સંતુલન બની રહે છે, જેનાથી સ્વાસ્થ્ય સારું્ રહે છે.
કળાવા કે મોલી બાંધવાથી બ્લડપ્રેશર અને તણાવના રોગો ઘટે છે.
રાખડી બાંધવાથી આત્મ-વિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને મનમાં સકારાત્મક વિચાર આવે છે.
 

 
રાખડી બાંધતી વખતે શું કરવું?
રક્ષા બંધનના દિવસે સૌથી પહેલા ગણેશજીને રાખડી બાંધો, બાદમાં જ અન્ય લોકોને રાખડી બાંધવી.
રાખડી બંધાવનાર વ્યક્તિનું મોઢું પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ.
રાખડી બંધાવતી વખતે માથા પર રૂમાલ કે કોઈ કાપડ જરૂર રાખવું.
મહિલા વર્ગ રાખડી બાંધતી વખતે લાલ, ગુલાબી, પીળા કે કેસરિયા રંગના કપડાં પહેરશે તો વિશેષ લાભ થશે.
સૌથી પહેલા કાંડા પર કળાવા બાંધો બાદમાં જ અન્ય કોઈ ફેશનેબલ રાખડી બાંધવી.