ફિલ્મો નથી તો ફરવાનો ખર્ચ કેવી રીતે ઉઠાવી લો છો, અભિષેક બચ્ચને દીધો ધોબીપછાડ જવાબ

30 Jul, 2018

 ઇન્ટરનેટ એક એવી જગ્યા છે જયાં આપણે ઘર બેઠા બેઠા દુનિયાને જોડેલી રાખીએ છીએ. આ ત્યારે વધુ ખાસ થઇ જાય છે જયારે તમે કોઇ પ્રખ્યાત વ્યકિત કે પછી કોઇ મોટી હસ્તીના દીકરા છો. સોશ્યલ મીડિયા પર ફરી એકવાર અભિનેતા બચ્ચને ટ્રોલ કરવાની કોશિષ કરવામાં આવી. પરંતુ અભિષેક બચ્ચને ટ્રોલર્સને શાનદાર જવાબ આપીને ખામોશ કરી દીધો.

અભિષેક બચ્ચન હંમેશા પોતાની ફેમીલીની સાથે ટુર પર જોવા મળે છે. હાલમાં જ તે પોતાના પિતા અમિતાભ બચ્ચને સાથે ફીફા વર્લ્ડ કપની મજા લેવા રૂસ પહોંચ્યો હોત.
 

હાલમાં જ અભિષેક પોતાની પત્ની ઐશ્ર્વર્યા અને બેટી આરાધ્યાની સાથે રજાઓ મનાવવા વિદેશ ગયો હતો. આ વચ્ચે એક ટવીટર યુઝરે તેને પુછી લીધુ કે છેલ્લા ત્રણ વર્ષોથી કોઇ ફિલ્મ વિના કામ કર્યા વિના અભિષેક ફેમિલી વેકશનનો ખર્ચ કેવી રીતે ઉઠાવે છે ?

અભિષેકે આ સવાલનો ઘણો કરારા જવાબ આપ્યો. તેના પર અભિષેકે તે ટ્રોલરને સર કહીને સંબોધિત કર્યો અને લખ્યું, સર મેરે પાસે એકિટંગ અને ફિલ્મ પ્રોડયુસ કરવા સિવાય બીજા ઘણા બિઝનેસ છે. આ બિઝનેસમાંથી સ્પોર્ટસ પણ એક છે.

હવે તે અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્જીયામાં નજર આવશે. આ ફિલ્મ આ વર્ષે ૨૧ સપ્ટેમ્બરમાં મોટા પડદા પર આવશે. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ, વિકકી કૌશલ અને અભિષેક બચ્ચન જેવા સિતારાઓ પણ નજર આવશે.