આમિર ખાને મને પ્રેગ્નેટ કરી પછી એબોર્શનનું પણ કહયું, વાંચો મહિલા પત્રકારની દર્દભરી વાત

15 Nov, 2018

 આમિર ખાનની હાલમાં જ કોફી વિથ ધ કરનમાં પહોંચ્યો હતો. ત્યાં જયારે કરને પુછયું કે કયા કયારે તેણે કોઇને રિલેશનશીપમાં દગો આપ્યો છે કે એક જ ટાઇમે બે લોકોને ડેટ કરી છે તો આમિરે કહયું, હા, આમિરે આ દરમ્યાન એ પણ માન્યું કે તે પત્નીની સાથે હંમેશા ખોટો બોલે છે.

જો કે, તેમણે જણાવ્યું નહીં કે કોને દગો આપ્યો કે કોની સાથે ટુ-ટાઇમીંગ કર્યું છે. પરંતુ વર્ષો પહેલા એક વિદેશી પત્રકારે દાવો કર્યો હતો કે તે આમિરની સાથે લિવ-ઇન રીલેશનશીપમાં રહી ચુકી છે અને તેના બાળકની માં પણ બની ચુકી છે. 
 

મેગેઝીનમાં છપાયા હતા આમિરના નાઝાયઝ દીકરાની સમાચાર : કેટલાક વર્ષો પહેલા એક પોપ્યુટર એન્ટરટેઇનમેન્ટ મેગેઝીનમાં ખબર આવી હતી કે આમિર ખાનને કોઇ નાઝાયઝ દીકરો પણ છે. હકીકતમાં એક બ્રિટીશ જર્નાલીસ્ટે આમિરને પોતાના દીકરાનો પિતા જણાવ્યો હતો. જેસિકા હાઇન્સ નામની આ મહિલાએ દાવો કર્યો હતો કે ૨૦૦૩માં તેમને જે દીકરો થયો હતો, તે આમિરખાનનો છે. મહિલાએ આ દીકરાનું નામ જાન જણાવ્યું હતું.

આમિરે કહયું, બાળક પડાવી નાખ ?

આમિર અને જેસિકાની મુલાકાત વિક્રમ ભટ્ટની ફિલ્મ ગુલામની શુટીંગ દરમ્યાન થઇ હતી. જેસિકાએ પણ દાવો કર્યો હતો કે તે અને આમિર લિવ ઇન રીલેશપશીપમાં રહી ચુકયા છે અને આ દરમ્યાન તે પ્રેગ્નેનટ થઇ હતી. ત્યારે આમિરે તેને બાળક પડાવાની અને સંબંધ વિશે કોઇને ન કહેવાની વાત કરી હતી. પરંતુ તે માની નહીં. પછી જેસિકા લંડન ચાલી ગઇ અને ત્યાં દીકરાને જન્મ આપ્યો.

આમિરનું કહેવું હતું કે તેનું તે મહિલાથી કોઇ અફેયર નથી રહયું અને ન તો તે દીકરો તેનો છે. તે સમયે તે વાત ત્યાંની ત્યાં જ દબાઇ ગઇ. પરંતુ હકીકત શું છે એ કોઇ નથી જાણતું. રીપોર્ટસ મુજબ આમિરનો આ કથિત દીકરો હવે ૧૬ વર્ષનો થઇ ચુકયો છે અને હાલમાં લંડનમાં મોડલિંગ કરી રહયો છે. મેગઝીન વોગ યુક-૨૦૧૨ અંકમાં પણ જોન નજર આવી ચુકયો છે.