બરાક ઓબામાની લવ-સ્ટોરી પરથી ફિલ્મ બનશે

09 Dec, 2014

‘સાઉથ સાઇડ વિથ યુ’ નામની આ ફિલ્મમાં ઓબામા દંપતીની લવ-સ્ટોરી જોવા મળશે. તેમના રોમૅન્સમાં એ ખાસ વાત છે કે ૧૯૮૯માં બરાક ઓબામા મિશેલને શિકાગોના સાઉથસાઇડમાં ફરવા લઈ ગયા હતા. ત્રણ વર્ષ એકબીજા સાથે ફર્યા બાદ ૧૯૯૨ની ત્રીજી ઑક્ટોબરે તેમણે લગ્ન કયાર઼્ હતાં. આ ફિલ્મમાં ઓબામા દંપતીની અંગત જિંદગી પર વધારે ભાર મૂકવામાં આવશે. ઓબામાના કહેવાથી જ મિશેલે શિકાગોની આર્ટ ઈન્સ્ટિટયુટમાં ઍડ્મિશન લીધું હતું અને ત્યાંથી તેઓ લાંબો સમય ફરવા જતાં રહેતાં હતાં. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જૂન મહિનામાં શરૂ થશે. મિશેલની ભૂમિકા માટે ઍક્ટ્રેસની પસંદગી થઈ ચૂકી છે. ટીવી-સિરિયલ ‘ગૉસિપ ગર્લ’ અને હૉલીવુડની ફિલ્મ ‘ગેટ ઑન અપ’ની ઍક્ટ્રેસ ટિકા સમટર મિશેલની ભૂમિકા નિભાવશે પણ બરાક ઓબામાની ભૂમિકા માટે હજી સુધી ઍક્ટરની પસંદગી થઈ નથી.