નહીં જ ચાખી હોય સફરજનની આ 10 વાનગીઓ, કરો આજે જ ટ્રાય

14 Oct, 2017

નોંધી લો એપલ સ્વીટ રસમલાઇ, સફરજન ગુલાબજાંબુ, સફરજન પનીર કટલેસ, એપલ કસ્ટર્ડ, સફરજનનું ખાટુંમીઠું શાક, સફરજન મઠરી, સફરજન નારિયેળ ચટણી, એપલ ખીર, એપલ સલાડ અને સફરજન પેટીસની સરળ અને ઝટપટ રેસિપિ...


એપલ સ્વીટ રસમલાઇ
સામગ્રી-
-૩ સફરજન
-૧૦૦ ગ્રામ પનીર
-૨ ચમચા મેંદો
-૨ ચમચા મિલ્ક પાઉડર
-ચપટી બેકિંગ પાઉડર
-૧૫-૨૦ પિસ્તાં
-૧ લિટર દૂધ
-૧/૨ કપ ખાંડ
-૨ લીલી એલચીનો ભૂકો
-તળવા માટે તેલ
રીત-
૨ સફરજન છોલીને છીણી લો. એમાં પનીર, મેંદો, મિલ્ક પાઉડર અને બેકિંગ પાઉડર નાખી બરાબર હલાવો અને લોટની જેમ ભેગા કરો. હવે તેમાંથી નાની પેટીસ વાળી આછા બદામી રંગની તળી લો. દૂધ ઉકાળીને અડધું કરી નાખો. તેમાં ખાંડ અને એલચીનો ભૂકો નાખો. એક સફરજનનાં પાતળાં ગોળ પતીકાં કાપો. કડાઈમાં થોડી ખાંડ અને સફરજનનાં પતીકાં નાખી પાંચ મિનિટ ચડવા દો. એક પ્લેટમાં સફરજનના ટુકડા પાથરી એની પર રસમલાઈ નાખો, હવે એની પર ઉકાળેલું ગરમ ગરમ દૂધ રેડો. પિસ્તાના ટુકડાથી સજાવો અને ઠંડી રસમલાઈ પીરસો.