ઓછા સમયમાં ઝડપથી બનાવી શકશો પંજાબી પરોઠાં

12 Mar, 2015

કોઈ જગ્યાએ ફરીને રાત્રે ખૂબ થાક્યા હોઈએ અને ભૂખ પણ સારી એવી લાગી હોય કે પછી વહેલી સવારે ક્યારેક ઓફિસ જવાની ખૂબ ઉતાવળ હોય છતાં ઘરનું ખાવાનું જ લઈ જવા માંગતા હોય તો પંજાબી પરોઠાં તમને નિરાશ  નહિ કરે...

બનાવવા માટે તૈયારી કરતા 2 મિનિટ લાગે.
બનાવતા 10 મિનિટ લાગે.

સામગ્રીઃ
ઘઉંનો લોટ - જરૂરિયાત મુજબ
તેલ - મોણ નાંખવા માટે
પાણી - લોટ બાંધવા માટ
ઘી - પરોઠાં ફ્રાઈ કરવા માટે

બનાવવાની રીતઃ
1.
ઘઉંના લોટમાં મઘ્યમ પડતું તેલનું મોણ નાંખી સારી રીતે ભેળવી લો.
2.
જરૂરીયાત મુજબ તોમાં થોડું થોડું પાણી નાંખી પરોઠાંનો લોટ બાંધવો. સાવ ઢીલો નહીં બાંધવાનો કઠણ હજી પણ ચાલે.
3.
એક તવીમાં કે લોઢી પર બે ચમચા ધી મૂકી હળવા તાપે ગરમ થવા દો. તે દરમિયાન પરોઠું વણી લો. આ પરોઠા રોટલા જેવા જાડા અને મધ્યમ કદના વણવા.
4.
વણેલા પરોઠાંને લોઢીમાં મધ્યમ આંચ પર પકવવા દો. લોઢીમાં રહેલું બધું જ ઘી પરોઠું પી જશે અને પરોઠાંને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગ થાય તેવી રીતે ભરપૂર ઘીમાં શેકી લો.
5.
પરોઠાં તૈયાર છે. કાંઈ મહીંતો તેને લીલી ચટણી કે લસણની ચટણી કે સેવ - ટમેટાંના શાક સાથે ખાઈ શકાય છે. મગની દાળ પણ ચાલે.

નોંધઃ પરોઠાં વધુ તાપે શેકવા નહીં નહીંતર તે જાડા હોવાથી અંદરથી કાંચા રહેશે. લોઢી પર શેકાવા મૂકીને તમે બીજા બે બે મિનિટના નાના કામ આરામથી પતાવી શકો છો. ત્યાં સુધીમાં પરોઠું શેકાઈ જશે. ચોરસ કે ગોળ કોઈપણ આકારમાં બનાવી શકાય.

જમવામાં હેવી હોવાથી બે પરોઠાંમાં તો આરામથી પેટ ભરાઈ જશે.