Xiaomi નો ફોન ખરીદવા માટે હવે નહી જોવી પડી રાહ, ગમે ત્યારે ખરીદી શકાશે Redmi Note 5 Pro

13 Aug, 2018

Xiaomi Redmi Note 5 સીરિઝના સ્માર્ટફોન લોન્ચ થયા ત્યારથી જ લોકપ્રિય છે.  Redmi Note 5 Proની લોકપ્રિયતા સૌથી વધારે છે. ફ્લેશ સેલમાં Redmi Note 5 Pro ગણતરીની મીનીટોમાં આઉટ ઓફ સ્ટોક થઈ જાય છે.



પરંતુ હવે આ સ્માર્ટફોન ખરીદવા માટે ફ્લેશ સેલની રાહ જોવાની જરુર નથી, તમે ઓપન સેલમાં ગમે ત્યારે આ સ્માર્ટફોન ખરીદી શકો છો. તમને આ સીરિઝના સ્માર્ટફોન કેટલા લોકપ્રિય છે તેનો અંદાજો તેના વેચાણના આંકડા પરથી આવી જશે. ફેબ્રુઆરીમાં લોન્ચ થયા પછી Redmi Note 5સીરિઝના સ્માર્ટફોન્સ 50 લાખ લોકો પાસે છે.

ઉલ્લેખનીય છે કે 4GB RAM અને 6GB RAMના બે વેરિયન્ટ્સમાં લોન્ચ થયેલા Redmi Note 5 Proમાં સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ભારતનો પહેલો એવો ફોન છે જે પ્રોસેસર સાથે આવે છે.



ફોનના 4GB વાળા વેરિયન્ટની કિંમત 14999 રૂપિયા છે અને 6GB વાળા વેરિયન્ટની કિંમત 16999 રૂપિયા છે. ફોનમાં 5.99 ઈંચ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080×2160 પિક્સલ છે. Redmi Note 5 Proમાં 1.8 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર છે, અને તેમાં 4GB RAM છે. ફોનમાં 64GB ઈનબિલ્ટ સ્ટોરેજ છે, જેને માઈક્રો  SD કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.