અંડરવેરમાં આવ્યા પેસેન્જર્સ, જુઓ 'નો પેન્ટ સબ-વે રાઇડ' સેલિબ્રેશન

11 Jan, 2016

 10,જાન્યુઆરી રવિવારના રોજ ન્યૂયોર્ક, લંડન, બોસ્ટન, બર્લિન, સહિત વિશ્વના 60 શહેરોમાં 15મા વાર્ષિક  ‘નો પેન્ટ સબવે રાઇડ ડે’ મનાવવામાં આવ્યો હતો. આ દિવસનું આયોજન કરનારા ગ્રુપનું કહેવું છે કે આ દિવસની શરૂઆત પાછળનો હેતુ લોકોને હસાવવાનો હતો. આ દિવસે લોકો પેન્ટ પહેર્યા વિના જ રસ્તાઓ પર ફરવા નીકળી પડે છે.

 
‘નો પેન્ટ સબવે રાઇડ ડે’ ની શરૂઆત કેવી રીતે થઇ
આ વિચિત્ર દિવસની શરૂઆત 14 વર્ષ અગાઉ 2002 વર્ષમાં ઇવપ્રોવ નામના મશહૂર થિયેટર ગ્રુપે કરી હતી. તે સમયે ફક્ત સાત લોકોએ આ દિવસ ઉજવી શરૂઆત કરી હતી. આ સાત લોકો આખો દિવસ ટ્રેનમાં પેન્ટ પહેર્યા વિના ફરતા રહ્યા પરંતુ થોડીવારમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. ન્યૂયોર્કમાં પ્રથમવાર ‘નો પેન્ટ સબવે રાઇડ ડે’ મનાવવામાં આવ્યો હતો. જે હવે વિશ્વભરમાં પ્રસિદ્વ થઇ ગયો છે. આ દિવસ મનાવવા પાછળનો ઉદેશ્ય લોકોને હસાવવા અને તેનામાં જિજ્ઞાસા પેદા કરવાનો છે.
 
 નથી શરમાતા કોઇ, મહિલાઓ પણ ભાગ લે છે 
 
- આ રાઇડને નો પેન્ટ્સ સબવે રાઇડ કે નો પેન્ટ્સ ટ્યૂબ રાઇડ પણ કહે છે. લંડનમાં આ સાતમીવાર યોજાઇ રહી છે. આયોજન કરનાર ગ્રુપનો હેતુ કોઇને શરમમાં મુકવાનો નથી. જોકે, લોકો સામેથી આ રાઇડમાં જોડાય છે, પુરુષો ઉપરાંત મહિલાઓ પણ મોટી સંખ્યામાં આમાં ભાગ લેતી હોય છે. 
 

Loading...

Loading...