એડીઓમાં પડેલાં વાઢીયા ને ચીરા મટતાં નથી? તો ચોક્કસ કરો આ ઘરેલૂ ઉપાય

01 Nov, 2015

શિયાળાની શરૂઆત થાય કે સૌથી પહેલાં તેની અસર ત્વચા અને વાળ પર જોવા મળે છે. શિયાળામાં ચામડી અને વાળ સૂકા અને બરછટ થવા લાગે છે અને ખાસ કરીને પગની એડીઓમાં ચીરા અને વાઢીયા પડવા લાગે છે. ઘણા લોકોને તો પગમાં વાઢીયા કે ચીરા પડવા અથવા તો ખંજવાળના કારણે પગમાં લોહી નિકળવા જેવી સમસ્યા બારેમાસ રહેતી હોય છે. જે શિયાળામાં વધી જાય છે. આ સમસ્યા પગની સુંદરતા છીનવી લે છે.
 
આપણે હંમેશા સારા દેખાવા માટે માત્ર ચહેરાને જ પ્રાધાન્ય આપીએ છીએ. પરંતુ આપણે ભુલી જઈએ છીએ સંપૂર્ણ સુંદરતા માટે આપણા પગની વિશેષ કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. એમાંય શિયાળા જેવી ઋતુમાં તો પગની વિશેષ સારસંભાળ રાખવી પડે છે. જેથી આજે અમે તમને ઘરે જ કરી શકાય એવા સરળ ઉપાય જણાવીશું જે તમારા પગમાં પડતાં ચીરા અને વાઢીયાની સમસ્યાને ઝડપથી દૂર કરશે.

હળદર, તુલસી અને એલોવેરાનો સપ્રમાણમાં લઈને તેનો લેપ બનાવી ફાટેલી એડી પર લગાવો, બહુ જલદી વાઢીયા અને ચીરાની સમસ્યામાં રાહત મળશે.
 
દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિક પાઉડર નાંખીને સારી રીતે મેળવો અને વાઢિયા અને ચીરા પર સારી રીતે લગાવો. થોડા જ દિવસોમાં પગની પાની પરના ચીરા રૂઝાઈ જશે.
 
પાકા કેળાને બરાબર મસળી વાઢિયા પડેલ ભાગમાં પંદર મિનિટ મસાજ કરવું અને પછી પગ ધોઇ લેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢિયા સારાં થવામાં મદદ મળે છે.
 
પગમાં ચીરા પડતા હોય તો આઠ ચમચી થોરના દૂધમાં બે ચમચી તલનું તેલ અને થોડું સીંધવ મીઠું મિક્ષ કરીનેગરમ કરવું. થોરનું દૂધ બધું જ બળી જાય અને તેલ બાકી રહે ત્યારે તેલ ગાળીને બાટલીમાં ભરી લેવું. આ તેલ પગના ચીરામાં સવાર સાંજ લગાડતા રહેવાથી થોડા દિવસમાં જ પગના ચીરા ભરાઈ જાય છે.

જો એડીઓ વધારે ફાટતી હોય તો, એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો.પછી, રૂના પૂમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડમાં નાખો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ વાઢિયા અને ચીરા પડવાની સમસ્યામાં આ એક અક્સિર ઉપાય છે.
 
લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલને એક-એક ચમચીની માત્રામાં લઈને બરાબર મિક્ષ કરીને મિશ્રણ તૈયાર કરી લો અને આ મિશ્રણથી ફાટેલી એડી પણ રોજ રાતે એકવાર માલિશ કરો અને પછી મોઝા પહેરીને સૂઈ જાઓ. આ ઉપાયથી ઘણો ફાયદો થશે.
 
દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી ખુબ હલાવી એકરસ કરી આ મિશ્રણને પગના વાઢીયા અને ચીરા પર લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે.
 
જો તમારા પગના ચીરા અને વાઢીયા મટતાં ન હોય તો નિયમિત રીતે ત્યાં વડનું દૂધ લગાવો, ફાયદો થશે.
 
જો એડીઓ વધારે ફાટતી હોય તો, એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો.પછી, રૂના પૂમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડમાં નાખો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ વાઢિયા અને ચીરા પડવાની સમસ્યામાં આ એક અક્સિર ઉપાય છે.
 
લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલને એક-એક ચમચીની માત્રામાં લઈને બરાબર મિક્ષ કરીને મિશ્રણ તૈયાર કરી લો અને આ મિશ્રણથી ફાટેલી એડી પણ રોજ રાતે એકવાર માલિશ કરો અને પછી મોઝા પહેરીને સૂઈ જાઓ. આ ઉપાયથી ઘણો ફાયદો થશે.
 
દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી ખુબ હલાવી એકરસ કરી આ મિશ્રણને પગના વાઢીયા અને ચીરા પર લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે.
 
જો તમારા પગના ચીરા અને વાઢીયા મટતાં ન હોય તો નિયમિત રીતે ત્યાં વડનું દૂધ લગાવો, ફાયદો થશે


જે સ્ત્રીઓને ઘરે કામ કરવાનું હોય છે તેમના પગમાં ખાસ કરીને વાઢીયા પડી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. તેની પાછળનું ખાસ કારણ એ છે કે કપડાં કે વાસણ કરતી વખતે તેમાં સાબુ ભરાઈ જાય છે. ત્યાર બાદ ઘરની અંદર કચરા-પોતા કરતી વખતે તેમાં ધૂળ-માટી ભરાઈ જાય છે. તો તેના માટે વિશેષ સાર-સંભાળ રાખવી જરૂરી છે.
 
જ્યારે સ્ત્રીઓ કપડાં ધોતી હોય તે વખતે પગ પર પણ થોડોક સાબુ લગાવી દો અને તેને થોડી વાર બાદ બ્રશથી રગડીને ધોઈ લો. આ સિવાય ઘઉંનો લોટ અને દૂધમાંથી બનાવેલી પેસ્ટને પણ લગાવી શકો છો. આનાથી પગ મુલાયમ રહેશે અને વાઢીયાની સમસ્યા નહીં થાય.
 
કોઈપણ ક્રિમ કે મોઈશ્ચરાઈઝરની સાથે ટૂથપેસ્ટ મિક્ષ કરીને હળવા હાથે મસાજ કરો અને ફરક તમે જાતે અનુભવશો.
 
શરીરમાં વાયુ વધવાથી અને રૂક્ષતાને કારણે પગમાં ચીરા પડે છે. પાણીમાં કે કીચડમાં ચાલવું નહીં. બુટ પહેરી રાખવા, વાયુની વૃદ્ધિ કરનાર આહારનો ત્યાગ કરવો. ઉપવાસ, એકટાણા, ઉજાગરા કરવા નહીં. મધ અને ઓલિવ ઓઇલને મિક્ષ કરીને પોતાની એડીઓ પર મસાજ કરવું. તમે આ મિક્ષણને રાતે પણ લગાવીને રાખી શકો છો. આ ઉપાય નિયમિત કરવાથી તમને તમારા પગમાં તરત જ ફાયદો જોવા મળશે.

પગને મુલાયમ બનાવવા માટે નવશેકું પાણી લેવુ, તેમાં લીંબૂના થોડા ટીપા નાખવા અને ગુલાબજળને મિક્ષ કરવું. આ મિક્ષણમાં પોતાના પગને નાખીને બેસી જવું. 15-20 મિનિટ સુધી પગને તેમા રાખ્યા પછી પગને સાફ કપડાથી લૂછીને તેના પર હળવા હાથે ગ્લિસરીન લગાવવું. રાતે પણ ગ્લિસરીન લગાવીને રાખવું. સવારે જાગીને પગને નવશેકા પાણીથી ધોઇ લેવા. સપ્તાહમાં માત્ર બે વાર આ પ્રયોગ કરવાથી તમારા પગ ફરી એકદમ મુલાયમ બની જશે.
 
ફાટેલી એડીને મુલાયમ કરવા માટે મધનો ઉપયોગ પણ કરી શકાય છે. મધમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે જે પગના ચીરાને ઠીક કરી શકે છે. જો તમે ઇચ્છો તો તમે મધની અંદર બેથી ત્રણ ચમચી અથવા એપ્પલ વિનેગર પણ મિક્ષ કરી શકો છો. આ મિક્ષણ તૈયાર કરીને તેને એડી પર લગાવવું. દસ મિનિટ રહેવા દઇને પછી તેને ગરમ પાણીથી ધોઇ લેવું. તમને આરામ મળશે.
 

Loading...

Loading...