ચહેરાની કાળાશ થશે ઓછી મળશે ચમકતી ત્વચા

09 Apr, 2015

આપના રસોડામાં રહેલાં ઘરગથ્થું વસ્તુઓથી તમારી સ્કિનમાં એકથી બે અઠવાડિયામાં ફરક જોવા મળશે. બસ તમારે તેનો નિયમિત ઉપયોગ કરવાનો રહેશે. પછી છુઓ તેનો ફાયદો. કેટલાક એવા નુસખાને જેને અપનાવી લેવાથી ત્વચાનો કાળો રંગ સાફ થવા લાગે છે.

મધ
મધ ત્વચા માટે ટોનિકનું કામ કરે છે. મધ ખાવાથી અને લગાવવાથી સ્કિન ગ્લો કરવા લાગે છે. સ્કિનને ગોરી બનાવવા માટે એક નાની ચમચી મધ લો. તેને ચહેરા ઉપર લગાવો. હળવા હાથે મસાજ કરો અને થોડીવાર લગાવીને છોડી દો. સૂકાઈ જાય એટલે ચહેરો ધોઈ લો. એમ ઓછામાં ઓછા એક દિવસમાં બે-વાર કરો. બે અઠવાડિયામાં તમારા ચહેરાનો રંગ સાફ થવા લાગશે અને ચહેરો ગ્લો થયાનો અહેસાસ થશે.

કાચું દૂધ
દૂધ ત્વચા માટે ટોનિકનું કામ કરે છે. કાચા દૂધને ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરો. સૂકાઈ જાય ત્યારે સાફ પાણીથી ચહેરો ધોઈ લેવો. રંગ ગોરો થઈ જશે.

લીંબુ
લીંબુ સ્કિન માટે એક ચમત્કારી દવાની જેમ કામ કરે છે. રંગ નિખારવા માટે લીંબુનો રસ ચહેરા ઉપર લગાવો. થોડીવાર પછી ચહેરાનો ધોઈ લો. લીંબુના રસમાં ટામેટાનો રસ મેળવીને લગાવવાથી પણ ત્વચાની સફાઈ થઈ જાય છે અને રંગ ગોરો થવા લાગે છે.

ટામેટા
ટામેટા એન્ટીઓક્સીડેન્ટ્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. એટલા માટે તે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે શ્યામ રંગથી પરેશાન હો તો ટામેટાને પીસીને તેનું પેસ્ટ બનાવીને ચહેરા ઉપર લગાવો. ચહેરાના દાગ-ધબ્બા દૂર થઈ જશે અને રંગ નિખરી જશે.

દહી
દહીં અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. દહીં ખાવાથી અને લગાવવાથી, બંને પ્રકારે ચહેરા ઉપર ફાયદો દેખાવા લાગે છે. રોજ સવારે એક ચમચી દહીં લઈ ચહેરા ઉપર મસાજ કરો. સૂકાઈ ગયા પછી ચહેરો ધોઈ લો. આ નુસખાને નિયમિત રીતે કરવાથી ચહેરાનો રંગ ગોરો થઈ જાય છે અને ખીલની સમસ્યા દૂર થઈ જાય છે.

Loading...

Loading...