બે ટીવી શો બંધ થઈ જશે

05 Nov, 2014

બે ટીવી શો 'તુમ્હારી પાખી' અને 'ગુસ્તાખ દિલ' આ મહિનામાં બંધ થઈ જશે. બંનેનો છેલ્લો એપિસોડ 14 નવેમ્બરે ટેલિકાસ્ટ થશે. શ્રદ્ધા આર્ય અને વરુણ બદોલા સાથે 'તુમ્હારી પાખી'માં જોવા મળતા સચિન શ્રોફે આ વાત સ્વીકારી હતી. આ શોના ઓરિજિનલ મેલ લીડ ઇકબાલ ખાને ત્રણ મહિના પહેલાં ક્રિએટિવ મતભેદોના કારણે શો છોડી દીધો હતો.
બીજી બાજુ 'ગુસ્તાખ દિલ'ના એક્ટર્સને શો બંધ થઈ જશે એ ન્યૂઝથી શૉક લાગ્યો છે. શો સાથે જોડાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે, 'શો સારો ચાલી રહ્યો હતો. અમને હજી સમજાતું નથી કે, શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો.'