Entertainment

Wifi-LCD સુવિધા છે ઓટોમાં, સલમાન- સંજયદત્ત પણ કરે છે તેમાં મુસાફરી

 કહેવાય છે કે અલગ રીતે કામ કરવાનો અંદાજ જ તમને બીજાથી અલગ બનાવી દે છે. મુંબઈમાં ઓટો રિક્ષા ચલાવતા સંદિપ તેની મિસાલ છે. ખાર અને બાંદ્રામાં રહેતા લોકો તેમની જ ઓટો રિક્ષામાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. એટલુ જ નહીં સલમાન ખાન અને સંજય દત્ત જેવા મોટા એક્ટર પણ તેમની રિક્ષામાં મુસાફરી કરી ચૂક્યા છે. ટેક્સીની જેમ લોકો તેમની રિક્ષાનું પણ એડ્વાન્સ બુકિંગ કરાવતા હોય છે. સોશિયલ મીડિયા પર તેમના આ અંદાજના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ તેમની સ્ટોરીને હિસ્ટ્રી ચેનલ પર બતાવવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસના રોલ મોડલ...

 
- વિનમ્ર વ્યવહાર અને કાસ ઓટોના કારણે સંદીપ હવે મહારાષ્ટ્ર પોલીસના રોલ મોડલ તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. 
- દેશના બીજા શહેરોની જેમ મુંબઈથી સીધા થાણે અને કલ્યાણ વિસ્તારમાં ઓટો રિક્ષાવાળાની મનમાની સામાન્ય છે.
- પોલીસ પાસે આ વિશેની સતત ફરિયાદો આવે છે. છેલ્લા અમુક મહિનાઓમાં 60,000 ફરિયાદો આવી ચૂકી છે. સૌથી વધારે કેસ ગેરવર્તણૂકના છે.
- થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં સંદીપ અને તેની રિક્ષાની ચર્ચા સાંભળીને થાણેના ડેપ્યૂટી ટ્રાપિક કમિશ્નર રશ્મિ કરંદીકરે તેમનો સંપર્ક કર્યો હતો.
- તેઓ હવે પોલીસની વર્કશોપમાં થાણે અને કલ્યાણના ઓટો રિક્ષા ડ્રાઈવરને સારી રીતે વર્તન કરવાનું અને પ્રમાણિકતાની સાથે કમાણી વધારવાનું શીખવી રહ્યા છે.
 
શું શું છે સુવિધા....
 
- સંદીપની ઓટો ખાસ છે.
- તેમાં મનોરંજન માટે એલસીડી ટીવી, રેડિયો, ન્યૂઝપેપર, વાઈ-ફાઈ અને મેગેઝિન રાખવામાં આવ્યા છે. આટલુ જ નહીં ફર્સ્ટ એડની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
- એક બોર્ડ લગાવવામાં આવ્યું હોય છે જેમાં તમને સોના-ચાંદીના ભાવ અને સેન્સેક્સના અપડેટ્સ મળી જાય છે. સાથે વિદેશી કરન્સી વિશેની પણ માહિતી મળશે.
- કઈંક ગળ્યું ખાવાનું મન થાય તો ચોક્લેટ્સ પણ મળી જશે.
- દાન કરવાની ઈચ્છા હોય તો ડોનેશન બોક્સ હોય છે.
 
સલમાન અને સંજય દત્તના છે મોટા ફેન
 
સંદીપ સંજય દત્ત અને સલમાન ખાનના ખૂબ મોટા ફેન છે. તે મુંબઈમાં મુન્નાભાઈ એસએસસીના નિક નેમથી ઓળખાય છે. તેઓ સલમાન ખાનની જેમ હાથમાં બ્રેસલેટ પણ પહેરે છે અને તેમના એક હાથમાં સંજય દત્તનું ટેટૂ પણ બનાવ્યું છે. જેલમાંથી છૂટ્યા પછી સંજય દત્તે સંદીપને તેમના ઘરે મળવા માટે પણ બોલાવ્યો હતો. 
 
પૈસા કરે છે દાન
 
- તેઓ ભેગા થયેલા પૈસાનો સામાન ખરીદીને વૃદ્ધાશ્રમોમાં આપી દે છે. તેઓ અંધ વ્યક્તિને 50 ટકા, વિકલાંગને 25 ટકા, જસ્ટ મેરિડ કપલને 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપે છે.  સંદીપનું માનવું છે કે ભલાઈ અને પરોપકાર માટે પૈસાદાર હોવુ સહેજ પણ જરૂરી નથી.
 
Source By : Divya Bhaskar

Releated Post