જાણો છો હિંદુ ધર્મમાં કેમ છે તાલી પાડવાનું મહત્વ

16 Dec, 2015

 ભજન આરતી કરો ત્યારે રોજ પાડો તાલી...તાળી પાડો અને તંદુરસ્ત રહો. અરે અમે તમારી સાથે મજાક નથી કરતાં પણ સાચું કહીએ છીએ. તમને ન જાણતા હોય તો જણાવી દઈએ કે રોજ ચોક્કસ મિનિટ સુધી તાલી પાડીને તમે અનેક મોટી બીમારીઓથી દૂર રહી શકો છો. 

 
આમ જોવા જઈએ તો આ મુશ્કેલ કાર્ય તો છે નહિં તે કરવામાં વધું તાકાતની પણ જરૂર નથી. આ કાર્ય ગમે તે સમયે કરી શકાય  પણ જો સવારમાં કરવામાં આવે તો વધું  ઉત્તમ ફળ આપે છે. તેથી જ હિંદુ ધર્મમાં તેને ભક્તિમાં વણીલેવામાં આવી છે. ખાસ કરીને ભગવાનની આરતી કરવામાં આવે ત્યારે તાલી પાડવાની પ્રથા છે. નિષ્ણાતોનું માનવું છે કે તાલી પાડવાથી ફાયદાઓ એકદમ ઝપથઈ નહિં પણ દિવસેને દિવસે ફાયદો કરે છે. તે ધીરે ધીરે તમારા સ્વાસ્થ્યને સુધારે છે. 
 
તાલી એક એક્યુપ્રેશરનું કાર્ય કરે છે. તે હાથની હથેળીમાં આવેલા શરીરના વિભિન્ન અંગોના પોઈન્ટને દબાવવાનું કાર્ય કરે છે. હથેળીમાં તેમજ પગના તળીયામાં શરીરના તમામ અંગોના પોઈન્ટ આવેલા છે. તેથી કેટલાંક ધર્મોમાં ખુલ્લા પગે મંદિર જવાનો રિવાજ છે જેથી પગના પોઈન્ટ દબાય અને એક્યુપ્રેશર થેરાપી આપોઆપ મળી જાય. હથેળીમાં પણ શરીરના તમામ અંગોના પ્રેશરપોઈન્ટ હોય છે જે તાલી પાડવાથી પ્રેશર પામે છે. તેનાથી ધીરે ધીરે અનેક રોગો ઉપર કાબું મેળવી લેવાય છે. વળી તાલી પાડવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. તેથી શરીરના કેટલાંક અંગો કે મગજ સુધી લોહી ન પહોંચતું હોય તો તે સમસ્યામાંથી લાંબે ગાળે છૂટકારો મળે છે.
 
વિશેષજ્ઞોનું કહેવું છે કે ડાબા હાથની હથેળીમાં ફેફસા, લીવર, ગોલબ્લેડર, કિડની, નાનું તથા મોટું આંતરડું જેવા પોઈનેટ હોય છે. તો જમણાં હાથમાં સાઈનસ, પેટ, માનસિક તાણ દૂર કરવાના પોઈન્ટ હોય છે. જ્યારે તાલી પાડીએ છીએ. આ તમામ અંગોના પોઈન્ટ દબાતા શરીરને એક્યુપ્રેશર થેરાપી મળે છે. તેથી આ તમામ અંગો વધું કાર્યક્ષમ બને છે. વધું સારી રીતે કાર્ય કરી શકે છે.
 
તાલી બ્લડપ્રેશર ઉપર પર રામબાણ કાર્ય કરે છે બસ તેને પાડવાની રીત તમને ખબર હોવી જોઈએ. જો તમારે લો બ્લડ પ્રેશરની બીમારી હોય તો ઉભા થઈને બંને હાથ સામે લાવીને નીચેથી તાલી પાડતા પાડતા હાથ ઉપર તરફ લઈ જાવ.  શક્ય હોય તો તાલી પાડતા ગોળ ગોળ ફરવું જોઈએ. આમ  કરવાથી લો બ્લ્ડ પ્રેશરની બીમારી ધીરે ધીરે સાવ મટી જાય છે.