વોટસએપમાં આવી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર્સ, આવી રીતે કરશે કામ

07 Feb, 2018

 દુનિયાનું સૌથી મોટું મેસેજિંગ એપ વોટસએપ વધુ એક શાનદાર ફીચર્સ લાવી રહયું છે. ફેસબુકનું વોટસએપ જલ્દી જ પોતાના ૧.પ મિલિયનથી વધારે એકટીવ યુઝર્સ માટે ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર લાવી રહયું છે. 

મળતી માહિતી મુજબ વોટસએપ ગ્રુપ વીડિયો કોલિંગનું ફીચર્સ પહેલા એન્ડ્રોઇડ યુઝર્સ માટે એપ્લાય કરશે અને ત્યારપછી આઇઓએસ અને વિન્ડોઝ માટે અપડેટ મળશે. આ ફીચરની ટેસ્ટીંગ હાલ એન્ડ્રોઇડના બીટા વર્ઝન ૨.૧૮.૩૯ પર થશે. આ વીડિયો કોલિંગ ફીચરમાં એક સમસ્યા એ છે કે આ ફીચર્સમાં તમે એકવારમાં વધુમાં વધુ ૩ લોકો સાથે જ વીડિયો ચેટ કરી શકશો.