સેક્સ સંબંધ બાંધવા માટે ક્યો સમય શ્રેષ્ઠ? જાણો એકદમ સાચો જવાબ

28 Jul, 2018

 આમ તો સમાગમ મોકળાશ-એકાંત હોય ત્યારે થઈ શકે, છતાં યોગ્ય સમયે કરવામાં આવે તો તેની મજા વધી જતી હોય છે. કામશાસ્ત્રમાં રતિક્રીડા અંગેના સમય તથા વિવિધ ઋતુઓ તેમજ મનોભાવોનો પણ ઉલ્લેખ જોવા મળે છે. જોકે, આજની ધસમસતી જવાબદારીપૂર્ણ જિંદગીમાં આવા નિયમો કોઈ પાળી ન શકે તે પણ સત્ય છે.

આપણે ત્યાં મોટેભાગે રાત્રે સૂતા પહેલાંના સમયને જ સમાગમનો સમય ગણવામાં આવે છે. એટલે તમને પણ તે જ સમય સાહજિક લાગે તે સ્વાભાવિક છે. વહેલી સવારે સમાગમ કરવાની પતિને વધારે ઇચ્છા થાય છે. પરોઢિયે અથવા વહેલી સવારે હોર્મોન્સનો સ્ત્રાવ કુદરતી રીતે જ વધુ હોવાથી પુરુષનું પર્ફોર્મન્સ વધુ સારું રહેતું હોય છે. આનો સરળ રસ્તો છે કે  કોઈ નિયમ ન બનાવો. એક ખાસ વાત એ છે કે સમય પતિ અને પત્નીને અનુકૂળ અને મોકળાશભર્યો હોવો જોઈએ.