સોળ સંસ્કાર એટલે શુ? તે ક્યારે આપવા જોઈએ?

24 Jul, 2015

હિન્દુ સંસ્કૃતિમાં જન્મથી લઈને મૃત્યુ સુધી સોળ સંસ્કાર જણાવાયા છે. આ સંસ્કારો કરવા માટેનો નિશ્ચિત સમય હોય છે. આ શુભ સંસ્કારો ર્નિવિઘ્ને પૂર્ણ થાય તે માટે શુભ મુહૂર્ત જોવામાં આવે છે. અહિં જે તે સંસ્કાર માટેના યોગ્ય વર્ષ, નક્ષત્ર, વાર, તિથિ, અવકાશી લગ્નો વગેરે આપેલા છે તેમાંથી જે અનુકુળ હોય તે લઈ શકાય. વિવિધ સંસ્કારો અને તેનાં શુભ મુહૂર્ત આ પ્રમાણે છે.

મુંડન (ચૌલ ક્રિયા) સંસ્કારનું મુહૂર્ત
શુભ વર્ષઃ જન્મથી ત્રીજું અથવા પાંચમું વિષમ વર્ષ.
શુભ વારઃ સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર.
શુભ નક્ષત્રઃ પુષ્ય, મૃગશિરા, ચિત્રા, રેવતી, સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, હસ્ત અને અશ્વિની.
શુભ લગ્નઃ વૃષભ, તુલા, ધન અને મકર પ્રવર્તમાન હોય ત્યારે કરાવવા આ સંસ્કાર
આઠમ, દ્વાદશી, પ્રતિપદા, છઠ્ઠ, અમાસ અને રિક્તા તિથિઓને છોડીને અન્ય સઘળી તિથિઓ ગ્રાહ્ય છે.
મુંડન મુહૂર્તની કુંડળીનું લગ્ન, જન્મલગ્નથી અથવા જન્મરાશિથી આઠમું રહેવું જોઈએ નહીં.
મુંડન મુહૂર્તની કુંડળીમાં અષ્ટમ ભાવગત કોઈ ગ્રહ ન હોય તો તે ઉત્તમ મુહૂર્ત બને છે.
મુંડન માટે ભદ્રાનો વિચાર ખૂબ જ જરૃરી બને છે.

વિદ્યારંભ સંસ્કારનું મુહૂર્ત
શુભ દિવસઃ સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર.
શુભ તિથિઃ દરેક પક્ષની બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દસમ, અગિયારશ, બારસ, તેરસ અને ર્પૂણિમા.
શુભ નક્ષત્રઃ મૃગશિરા, આર્દ્રા, પુનર્વસુ, હસ્ત, સ્વાતિ, વિશાખા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, મૂલ, ત્રણેય પૂર્વા, આશ્લેષા, પુષ્ય.
જો વિદ્યારંભની કુંડળી બનાવવામાં આવે તથા તે કુંડળીમાં ત્રિકોણમાં શુભ ગ્રહ પડેલો હોય તો તે ખૂબ જ શુભ ફળદાયી મુહૂર્ત હોય છે.

ઉપનયન સંસ્કારનું મુહૂર્ત (યજ્ઞોપવીત મુહૂર્ત)
બ્રાહ્મણનો યજ્ઞોપવીત સંસ્કાર પાંચમા વર્ષમાં, ક્ષત્રિયનો છઠ્ઠા અથવા અગિયારમા વર્ષમાં, વૈશ્યનો આઠમા કે બારમા વર્ષમાં કરાય છે. લગ્ન પહેલાં યજ્ઞાોપવીત સંસ્કાર નિંદનીય છે.
શુભ વારઃ ગુરુવાર, રવિવાર, સોમવાર, બુધવાર, શુક્રવાર.
શુભ નક્ષત્રઃ આશ્લેષા, મૂલ, ત્રણેય પૂર્વા, આર્દ્રા.
શુભ તિથિઃ બીજ, ત્રીજ, પાંચમ, દસમ, એકાદશી અને બારસ તિથિ.
યજ્ઞોપવીત સંસ્કાર મધ્યાહ્ન પહેલાં થવો જોઈએ.
મુહૂર્ત કુંડળીમાં 6, 8 અને 12 સ્થાનમાં કોઈ પણ ગ્રહ હોવો જોઈએ નહીં.
મુહૂર્ત કુંડળીમાં લગ્નમાં ગુરુનું હોવું ખૂબ જ શુભ છે, આ એક સારો યોગ છે.

નામકરણ સંસ્કારનું મુહૂર્ત
શુભવારઃ સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર.
શુભ તિથિઃ બંને પક્ષોની બીજ, ત્રીજ, સાતમ, દસમ તથા બરસ તિથિઓ તથા સુદ અને વદ પક્ષની તેરસ તિથિ પણ ઉત્તમ મનાય છે.
શુભ નક્ષત્રઃ અશ્વિની, રોહિણી, મૃગશિરા, પુનર્વસુ, પુષ્ય, ત્રણેય ઉત્તર, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, શ્રવણ, ઘનિષ્ઠ, શતભિષા, રેવતી.
બાળકનું નામકરણ તેના જન્મથી દસમા, અગિયારમા અથવા બારમા દિવસે કરવું જોઈએ.
નામકરણમાં ભદ્રાકાળ, રાહુકાળ, ગ્રહણકાળ, સંક્રાંતિ તિથિઓની પસંદગી ક્યારેય કરવી નહીં.
પ્રસૂતિનું સ્નાન એક સપ્તાહ સુધી કરવાનું એક વિધાન છે, પરંતુ આ કાર્ય ષષ્ઠીપૂજનથી પાંચમા દિવસે પણ કરી શકાય છે. તેમાં તિથિ, વાર, નક્ષત્ર વગેરેનો વિચાર જરૃરી બને છે. પૂર્ણિમાએ પણ પ્રસૂતિનું સ્નાન થઈ શકે છે. રિક્તા તિથિઓ કોઈ પણ સ્થિતિમાં યોગ્ય નથી.

અન્નપ્રાશન સંસ્કારનું મુહૂર્ત
શુભ માસઃ છોકરાઓ માટે છઠ્ઠા માસથી સમ મહિના એટલે કે છઠ્ઠો, આઠમો, દસમો અને બારમો. જ્યારે છોકરીઓ માટે પાંચમા મહિનાથી વિષમ માસ એટલે કે પાંચમો, સાતમો અથવા નવમો મહિનો.
શુભ દિનઃ રવિવાર, મંગળવાર, શનિવારને છોડતાં અન્ય વાર.
શુભ તિથિઓઃ નંદા તિથિ (એકમ, છઠ્ઠ, અગિયારશ), રિક્તા તિથિ (ચોથ, નોમ અને ચૌદશ), આઠમ, બારસ અને અમાસને છોડતાં અન્ય સઘળી તિથિઓ.
શુભ નક્ષત્રઃ અનુરાધા, શતભિષા, સ્વાતિ અને જન્મનક્ષત્રને બાદ કરતાં અન્ય બધાં જ નક્ષત્રો.

કર્ણવેધ સંસ્કારનું મુહૂર્ત
શુભ વર્ષઃ જન્મથી કોઈ પણ વિષમ વર્ષ.
શુભ માસઃ જન્મથી પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો માસ.
શુભ દિવસઃ સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર.
શુભ તિથિઓઃ રિક્તા તિથિઓને છોડતાં બધી જ તિથિઓ.
શુભ નક્ષત્રઃ શ્રવણ, ઘનિષ્ઠા, પુનર્વસુ, મૃગશિરા, ચિત્રા, અનુરાધા, રેવતી, અશ્વિની, પુષ્ય, હસ્ત.
હરિશયનના દિવસોમાં કર્ણવેધ સંસ્કાર ઉચિત ગણાતો નથી.