નથી ઉતરતું વજન? 9 જબરદસ્ત કારણો પર ફેરવો નજર એક ક્લિક પર

18 Nov, 2015

ક્યારેક એવું પણ બનતુ હોય છે કે અનેક પ્રયત્નો કરવા છતાં પણ વજન નથી ઉતરતું. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે પરંતુ અહીં જે કારણો દર્શાવવામાં આવ્યાં છે તેમાં 9 કારણો તો તમારા ઘરમાં જ છે. જો તેમાં તમે ફેરફાર કરશો તો ચોક્કસપણે વજન ઉતારવામાં સફળતા મળી શકશે. આવો ફેરવીએ એક નજર આ કારણો પર.
 
તમારુ ઘર તમને જાડીયા બનાવી શકે છે.

જાડાપણાનું એક કારણ તમારુ ઘર પણ હોઈ શકે છે. સંશોધનો પરથી સાબિત થાય છે કે ઘરનું વાતાવરણ અને તેને વ્યવસ્થિત કરવાના કેટલાક ઉપાયો પણ તમને મોટાપણું આપી શકે છે. ઘરમાં જો આ ફેરફાર કરશો તો વજન ઉતારવામાં ચોક્કસપણે સફળતા મળશે અને મોટાપણાની સમસ્યા પર રોક લગાવી શકાશે.

1. ખાવાની ડીશ

ખાવામાં જો મોટી ડીશો કે થાળીઓનો ઉપયોગ કરતા હોવ તો તે વજન વધવાનું કારણ બની શકે છે. માઈંડલેસ ઈટિંગના લેખક બ્રાયન વનસિંક, પીએચડીના કહેવા મુજબ મોટી પ્લેટ કે થાળીમાં વધારે જમાય છે અને ચરબી વધે છે. આથી નાની ડીશો અને વાડકીઓનો ઉપયોગ કરો.

2. ડાઈનિંગ ટેબલ સામે ટીવી

વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ મલ્ટીટાસ્કિંગ કામ કરતી વખતે ભોજન કરીએ તો જમવાની તૃપ્તિ થતી નથી અને વધુ ખવાય છે. આથી જમતી વખતે ટીવી ન જોવું હિતાવહ છે.

3. બેડરૂમ જો બરાબર સૂવા માટે અનુકૂળ ન હોય

વધતા વજનને રોકવા માટે સારી અને પૂરતી ઊંઘ લેવી ખુબ જરૂરી છે. જ્યારે થાકેલા હોઈએ ત્યારે લેપ્ટિનનું સ્તર કે જે ભૂખને નિયંત્રણ કરે છે તે ઓછુ હોય છે. સૂવાથી લેપ્ટિનનું સ્તર વધે છે અને વધુ ખાવાની આદતથી બચાય છે. જો સૂવાની જગ્યા બરાબર ન હોય, બેડ ઠીક ન હોય તો ઊંઘ આવતી નથી આથી બેડને હંમેશા સાફ સૂથરો રાખો અને આરામદાયક રાખો.

4. ઘરમાં જાત જાતના નાસ્તા રાખવા

આપણને આદત હોય છે કે ઘરમાં જાત જાતના નાસ્તા રાખી મૂકવા. કોમ્પ્યુટર ટેબલ, લિવિંગ રૂમ, વગેરેમાં જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવા માટે જે નાસ્તો મૂકી રાખવાની આદત હોય છે અજાણતાપણે વજન વધારવાની આદત છે. આ માટે ફેટી વસ્તુઓને કિચનમાં જ રાખો અને તમારી પહોંચથી દૂર રાખો. આસાનીથી તમે ન મેળવી શકો તે રીતે રાખો.

5. ખાતી વખતે ફાસ્ટ મ્યુઝિક સાંભળવું

વર્ક આઉટ કરતી વખથે ફિટનેસ વિશેષજ્ઞ હાઈ ઈન્ટેન્સિટીનું મ્યુઝિક સાંભળવાની સલાહ આપે છે કારણ કે તેનાથી તીવ્રતામાં વધારો થાય છે. બરાબર એજ રીતે આ વસ્તુ ભોજનમાં લાગુ પડે છે. ફાસ્ટ મ્યુઝિક સાંભળતા વધુ જમાય છે અને જાડા થવાય છે માટે જમતી વખતે ફાસ્ટ મ્યુઝિક ન સાંભળવું.

6. ફ્રિજનો વધુ ઉપયોગ મોટાપો નોંતરે છે.

ભૂખ લાગે કે ન લાગે પરંતુ ફ્રિજ ખોલતા જ કઈંક ખાવાનું મળી જાય તે સીધુ જ પેટમાં પહોંચી જાય છે અને આ આદતના કારણે અનેક અનાવશ્યક વસ્તુઓ ખાવાથી જાડા થવાય છે. ફ્રિજમાં સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ જ રાખો જેનાથી જાડા ન થવાય.

7. પૌષ્ટિક ચીજવસ્તુઓ ખોટી જગ્યાએ રાખવી

ભૂખ લાગે ત્યારે જો ફળ જેવી પૌષ્ટિક વસ્તુઓ ખાઈએ તો વજન પર કંટ્રોલ રહે છે પરંતુ મોટાભાગે લોકોને એવી આદત છે કે પૌષ્ટિક ચીજ વસ્તુઓ સંતાડીને રાખે છે અથવા તો પહોંચની બહાર હોય છે. આથી જ્યારે ભૂખ લાગે ત્યારે ફ્રુટ હાથમાં ન આવે અને વજન વધે તેવી વસ્તુઓ પહેલા ખવાઈ જાય છે. આથી ફ્રુટને હંમેશા ડાઈનિંગ ટેબલ પર એક ટોકરીમાં રાખો જેથી કરીને ભૂખ લાગતા તુરંત ખવાય.

8. વર્કઆઉટ માટે પ્રોપર જગ્યા ન હોવી

આપણે ઘરને સવાંરવામાં કોઈ કમી નથી રાખતા પરંતુ સ્વાસ્થ્ય અને સુંદરતા જે વસ્તુથી મળે છે તે એક્સસાઈઝ પર બહુ ભાર નથી આપતા. એક્સસાઈઝનો સામાન છૂપાડીને રાખીએ છીએ, પ્રોપર જગ્યા નથી હોતી. આથી ક્યારેક કાઢવાની વાર લાગે કે કંટાળો આવે તો એક્સસાઈસ થતી નથી. આથી એકદમ પ્રોપર જગ્યાએ એક્સસાઈસ માટેનો સામાન હોવો જોઈએ.

9.ઈન્ટરનેટનો વધુ ઉપયોગ

સંશોધન મુજબ ઈન્ટરનેટ પર વધુ સમય પસાર કરવો ખાસ કરીને યુવાઓને ભારે પડી શકે થછે. તેના કારણે ડિપ્રેશન, મોટાપો, અનિંદ્રા જેવા રોગો થવાની શક્યતા છે. આ ઉપરાંત સમાજમાં પણ બધાથી અતડા થવાની શંકા રહે છે. દિવસમાં પાંચ દિવસથી વધુ ઈન્ટરનેટ ન વાપરવું જોઈએ. ખાતી વખતે તો લેપટોપ બિલકુલ ઉપયોગ ન કરવું. કોમ્પ્યુટરને એવી જગ્યાએ રાખો જે ખાવાની જગ્યાથી દૂર હોય અને તેની સાથે ખાવાનો સામાન બિલકુલ ન રાખો.