આ રીતે જોઇ શકો છો YouTube પર ઓફલાઇન Video, જાણો પ્રૉસેસ

06 Nov, 2017

દુનિયાનું સૌથી ફાસ્ટ અને બેસ્ટ વીડિયો સર્ચ એન્જિન YouTube છે, કોઇપણ વીડિયોને યૂઝર આસાનીથી યુટ્યૂબ પરથી સર્ચ કરી શકે છે. જો તમે YouTube પર ઓફલાઇન રહીને વીડિયો જોવા માંગતા હોય તો પણ જોઇ શકો છો. આ માટે ખાસ ટ્રિક છે, જે માત્ર સ્માર્ટફોન પર જ કામ કરે છે. આખો દિવસ યુટ્યૂબ વીડિયો જોવાથી ઘણોબધો ડેટા ખર્ચ થાય છે ત્યારે આ ટ્રિક તમને ખુબ કામ આવી શકે છે. ઓફલાઇન વીડિયો જોવા માટે તમારે તમારા મનપસંદ વીડિયોને સેવ કરવાનો હોય છે.

સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ...
Step 1
પોતાના સ્માર્ટફોનમાં YouTube એપને ઇન્સ્ટૉલ કરી દો, જો એપ પહેલાથી હોય તો ગૂગલ પ્લે સ્ટૉર પર જઇને તેને એકવાર અપડેટ કરી દો.
Step 2
હવે એપમાં જઇ જે પણ વીડિયો તમારે જોવો હોય તેને ઓપન કરો. તમને સેવનો ઓપ્શન દેખાશે. (આ બધા વીડિયો માટે નથી હોતો.)
Step 3
વીડિયો સેવ કર્યા પછી તમે તેને ઓફલાઇન પણ જોઇ શકો છો, આ માટે તમારે ઇન્ટરનેટની જરૂર નહીં પડે.