Entertainment

વિવેક ઑબેરૉય અમદાવાદમાં આર્ટિફિશ્યલ બીચ બનાવશે

બૉલીવુડની ફિલ્મો અને સિરિયલોમાં કામ કરતા ગુજરાતી કલાકાર – કસબીઓને સન્માનવા માટે રવિવારે રાત્રે અમદાવાદમાં યોજાયેલા નવમા ગૌરવવંતા ગુજરાતી અવૉર્ડ – ૨૦૧૬માં ખાસ ઉપસ્થિત રહેલા વિવેક ઑબેરૉયે અમદાવાદના શહેરીજનો સમક્ષ સ્ટેજ ઉપરથી જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘હું અમદાવાદમાં આર્ટિફિશ્યલ બીચ બનાવીશ, જેમાં ૧૭૦ ફુટ લાંબો વેવ–પુલ હશે અને અગામી નવરાત્રિ સુધીમાં બીચ તૈયાર થઈ જશે. આ આર્ટિફિશ્યલ બીચ સહેલાણીઓ માટે એક નજરાણું બની રહે એવો બનશે.’ 

 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરાહના કરતાં વિવેક ઑબેરૉયે કહ્યું હતું કે તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે મેં અહીં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. તેણે ગુજરાતીઓની વેપારી તરીકેની સ્કિલની પ્રશંસા કરી હતી. ગૌરવવંતા ગુજરાતી અવૉર્ડના આયોજક અત્રીશ ત્રિવેદી અને ગ્રીષ્મા ત્રિવેદીએ વિવેકનું ખાસ સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય બાબત એ હતી કે આ સમારંભમાં બૉલીવુડની જાજરમાન અભિનેત્રી ઐfવર્યા રાય બચ્ચન પણ ગેસ્ટ ઑફ ઑનર તરીકે ઉપસ્થિત રહી હતી અને અભિનેતા રણદીપ હૂડા સાથે આ સમારંભમાં ‘સરબજિત’નું પ્રમોશન કર્યું હતું.
 

Loading...
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post