છોકરીઓ માં વર્જિનિટી ગૂમાવ્યા બાદ શરીર માં શું ફેરફાર થાય છે?

28 Mar, 2018

 વર્જિનિટી એટલે કે કૌમાર્યભંગ આપણા જેવા દેશમાં ખૂબ મોટો પબ્લિક ડિબેટનો ઇશ્યુ છે. ત્યારે જે ગર્લ પહેલીવાર સેક્સ માણે છે તેના માટે વર્જિનિટી ખોયા બાદ

પોતાના શરીરને લઈને અનેક સવાલ હોય છે. હેમેન(કૌમાર્યપટલ) કે જે મોટાભાગના કેસમાં આ સમયે નથી તૂટતું તેના સીવાય પણ બીજા ઘણા ફેરફાર છે જે 
પહેલીવાર સેક્સ માણ્યા બાદ કોઈ ગર્લના બોડીમાં થાય છે.
 
એકવાર સેક્સ માણવાની શરુઆત કરો ત્યારબાદ ગર્લની વજાઇનાની કુદરતી સ્થિતિસ્થાપક્તામાં ફેરફાર થાય છે. આ સમય સુધી પેનેટ્રેશન વજાઇના માટે નવી 
બાબત હોવાથી અહીં આવેલ નર્વ્સ માટે આ ઘટના નવી છે અને તેના કારણે તેનાથી પરીચીત થવામાં તેને થોડો સમય લાગે છે. જોકે સમય જતા આ ઇલાસ્ટિસિટી 
એટલે કે સ્થિતિસ્થાપક્તામાં ફેરફાર જોવા મળશે. એટલું જ નહીં જેમ જેમ સેક્સ વધારે કરો તેમ તેમ વજાઇનાના કુદરતી લુબ્રિકેશનમાં પણ ફેરફાર જોવા મળે છે.
શરુઆતમાં જ્યારે તમે ઉત્તેજીત થાવ છો ત્યારે થોડા સમય સુધી તમારા ક્લિટોરિસમાંથી પ્રવાહી નીકળે છે અને યુટેરસમાં ઉત્થાન અનુભવાય છે. પરંતુ થોડા સમય 
બાદ જેમ જે ગર્લનું બોડી સેક્સતી યુઝ્ડ ટૂ થતું જાય છે તેમ તેમ પ્રત્યેક વખેત ઉત્તેજના બાદ બંને અંગ તરત જ પોતાની નોર્મલ સ્થિતિમાં આવી જાય છે.
સેક્સ દરમિયાન અને બાદમાં તમારા બ્રેસ્ટમાં આવેલ ટીશ્યુ અને બ્લડ વેસલમાં પ્રવાહ વધતા બ્રેસ્ટ વધુ કઠણ થાય છે. પરંતુ આ એક ટેમ્પરરી સ્ટેજ હોય છે. 
જે સેક્સ બાદ ફરી નોર્મલ સ્ટેજમાં ફેરવાય જાય છે.
 
જેમ જેમ તમે સેક્સ એન્જોય કરો છો તેમ તેમ તમારુ બોડી જુદા જુદા અનેક એક્સપેરિઅન્સથી પસાર થાય છે. તમારા નિપ્પલની ચારે તરફ બ્લડ સર્ક્યુલેશન વધે છે
 જેના કારણે માંસપેશીઓમાં ટેન્શન વધે છે જે નિપ્પલને ઉપરની તરફ ઉઠાવે છે અને તેને વધુ સેન્સેટિવ બનાવે છે.
તમારી સ્કિના ગ્લો માટે શરીરમાં રહેલા હેપ્પી હોર્મોન્સ જવાબદાર છે. અને તે સેક્સ બાદ બોડીમાં મોટી માત્રામાં મળી આવે છે. શરીર અને મનને અનુભવાતા
 ફીલગુડના કારણે ગર્લના બોડીમાં સેરોટોનિન નામનું હોર્મોન તૈયાર થાય છે. તેટલુ જ નહીં જ્યારે ગર્લ ઓર્ગેઝમ ફીલ કરે છે ત્યારે તેના બોડીમાં ઓક્સિટોસિન 
નામનું હોર્મોન્સ પણ તૈયાર થાય છે જે બોડીને હેપ્પી અને રીલેક્સ ફીલ કરાવે છે.
 
હવે જ્યારે સેક્સ બાદ તમારા હોર્મોન્સ એક્ટિવ થઈ ગયા છે ત્યારે એવા પણ ચાન્સ રહે છે કે તમને પીરિયડ્સમાં લેટ થાય. પણ ડરવાની જરુર નથી આ પ્રેગ્નેન્સી
એલાર્મ નથી આ તો તમારું બોડી તમને કહે છે કે તે હવે ચેન્જ થઇ રહ્યું છે. ઘણા કિસ્સાઓમાં ગર્લ વર્જિનિટી ગૂમાવ્યા બાદ ઈમોશનલી પ્રેશર અનુભવે છે. ઘણીવાર આ ઈમોશન હેપ્પી હોય છો ક્યારેક એકદમ સેડ. આમ થવા પાછળનું 
કારણ શરીરમાં થતા હોર્મોનલ ચેન્જિસ છે. જે તમને બંને ઈમોશનના એક્સટ્રીમ પોઇન્ટનો અનુભવ કરાવે છે. છે.