માંને લખેલો જાહનવીનો છેલ્લો પત્ર વાયરલ, વાંચીને આંખમાં આવી જશે પાણી

28 Feb, 2018

શ્રીદેવીની નાની દીકરી જાહનવી માંના મોતથી તૂટી ચુકી છે, સોશ્યલ મીડિયા પર જાહનવી દ્વારા શ્રીદેવીને લખેલો એક જુનો પત્ર વાયરલ થઇ રહયો છે.

બોલીવુડની પેલી સુપરસ્ટાર શ્રીદેવી પંચત્વોમાં વિલીન થઇ ચુકી છે. શ્રીદેવીના મોતથી તેને બંને દીકરીઓ જાહનવી અને ખુશી ભાંગી ચુકી છે. ખાસ કરીને નાની દીકરી જાહનવી વધારે સદમામાં છે. શ્રીદેવીની અંત્યેષ્ટિના ચલતા સોશ્યલ મીડિયા પર જાહનવી દ્વારા શ્રીદેવીને લખેલો એક જુનો પત્ર વાયરલ થઇ રહયો છે. જણાવી દઇએ કે ધડક ફિલ્મનુ શુટીંગ ચાલતા નિધનથી પહેલા જાહનવી પોતાની માંને મળી શકી નહીં.
કેટલાક વર્ષો પહેલા ફેમિના મેગેઝીન દ્વારા જાહનવીની પોતાની માં માટે એક પત્ર લખવા જણાવવામાં આવ્યું હતું. જાહનવીએ લખ્યું, પ્યારી માં, મૈં આપકે ઓહદે, સમર્પણ, ઇમાનદારી ઔર પ્રેરણા કી બાતેં સુનકર હી બડી હુઇ હું. મૈં કાશ ઇન સબ કી સાક્ષી બની હોતી. આપને અપને જીવન મેં જો કુછ ભી કિયા હૈ ઉસકે બાદ મુઝે મહસુસ હોતા હૈ કિ મેં દુનિયા કી સબસે પ્રાઉડ બેટી હું. મૈં આપસે સબસે જયાદા પ્યાર કરતી હું. આપકી બેટી જાહનવી.
૭ માર્ચના છે બર્થ ડે
૭ માર્ચના જાહનવી કપુરનો ૨૧મો જન્મદિવસ છે. જાહનવી દર વર્ષે પોતાના જન્મદિવસ માં શ્રીદેવીની સાથે મનાવે છે. પરંતુ આ વર્ષે જાહનવી એકલી રહી ગઇ છે. જાહનવીના છેલ્લા બર્થ ડે પર શ્રીદેવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્પેશ્યલ પોસ્ટ શેયર કરી હતી. શ્રીદેવી અને જાહનવીની વચ્ચે ઘણી સારી બોન્ડિંગ હતી. એક ઇન્ટરવ્યુમાં શ્રીદેવીએ કહયું કે ખુશી પોતાના પિતા બોનીની નજીક છે.જયારે જાહનવી મને વધુ પ્રેમ કરે છે. શ્રીદેવીને પોતાની બંને દીકરીઓને પુરી આઝાદી આપી હતી.
જોતા જ કહેવા લાગી અમ્મા અમ્મા
વેબસાઇટ પિંકવિલાની રીપોર્ટ મુજબ શ્રીદેવીનો પાર્થિવ દેહ ફલેટ નંબર ૧૦૧/૧૦૨માં લાવવામાં આવ્યો તેને જોઇને જાહનવી અને ખુશી અમ્મા-અમ્મા કહીને ધ્રુસકે ધ્રુસકે રોવા માંડી. એવામાં કઝિન સોનમ કપુરે બંનેને આ સમયે સંભાળી. સુત્રોના જણાવ્યા મુજબ  આ સમયે પિતા બોની કપુર તેની સાથે ન હતા. આ દરમ્યાન કાકા અનિલ કપુર અને સંજય કપુર પણ ફલેટમાં હાજર હતા. શ્રીદેવીના અંગત મિત્ર ડિઝાઇનર મનિષ મલ્હોત્રા પણ આ સમયે ફલેટમાં હાજર હતો પરંતુ તે બસ બેબસ થઇને ચુપચાપ ઉભો હતો.