સાપનો કુંભમેળો, અહીં હજારો સાપ જોવા મળે છે એક સાથે, જુઓ Video

16 Oct, 2015

સાપનો પણ કુંભમેળો ભરાતો હોય છે, એવું કોઈ કહે તો કદાચ તમને તેની વાત પર વિશ્વાસ નહીં આવે, પણ વિશ્વમાં ખરેખર એક એવું સ્થળ છે જ્યાં હજારો સાપ અમુક નિશ્ચિત સમયગાળામાં એકઠા થતાં હોય છે. જોવાની વાત એ છે કે આ સાપના મેળામાં એક નહીં પણ વિવિધ જાતિના સાપ એકસાથે ભેગા થાય છે.

સાપનો આવો અનોખો મેળો ભારત નહિ, પણ કેનેડામાં ભરાય છે. કેનેડાના નાર્સિસસ સ્નેક ડેંસમાં દર વર્ષે સાપનો મેળો ભરાય છે. અહીં તમે ખૂબ જ સરળતાથી આ અનોખા નજારાનો આનંદ લઈ શકો છો. અહીં હજારોની સંખ્યામાં સાપ એકબીજા પરથી સરકતા જોઈ શકાય છે.

સાપોનો આ અનોખો મેળો એપ્રિલના અંતમાં અને મે મહિનાના શરૂઆતના અઠવાડિયામાં જોવા મળે છે. આ જગ્યા પર ભેગા થતાં સાપોમાં ગાર્ટર પ્રજાતિના સાપ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

Loading...

Loading...