Entertainment

VIDEO: આ વિડિયો જોઈને રહી જશો દંગ, મહિલાના ખોળામાં સૂવે છે હાથીનું બચ્ચું

હાલમાં એક એવો વિડિયો સામે આવ્યો છે, જે એ વાતની સાબિતી આપે છે કે સંબંધ બનાવવામાં માણસો જ નહીં પરંતુ જાનવર પણ પાછળ નથી. ક્યારેક ક્યારેક પ્રાણીઓની સાથે વ્યક્તિઓને એવા સંબંધ બંધાઈ જાય છે કે તેની મિસાલ આખા વિશ્વમાં ફેલાય છે. સોશિયલ સાઈટ પર વાઇરલ થયેલો આ વિડિયો આ જ વાતનો સંદેશો આપે છે. જેના લીધે જ આ વિડિયોને સૌથી વધુ લોકોએ જોઈને લાઈક અને કોમેન્ટ્સ કર્યા છે.

આ વિડિયોમાં હાથીનું એક બચ્ચું મહિલાના ખોળામાં પોતાનું માથું રાખીને એવા આરામથી સૂવે છે કે કોઈ વ્યક્તિનું બાળક ઊંઘતું હોય, આ વિડિયો થાઈલેન્ડના ચિયાંગ માઈ સ્થિત ‘ચાઈ લાઈ ઓર્કિડ’ નેચર રિટ્રીટનો છે. હાથીનું આ બચ્ચું માત્ર ત્રણ અઠવાડિયાં પહેલાં જ જન્મ્યું છે. જન્મ પછી અલી નામની મહિલાએ તેની દેખરેખ રાખતાં આવા ગાઢ સંબંધ બંધાઈ ગયો છે.

Source By : Sandesh

Releated Post