વાસ્તુ વધારી શકે છે વેપાર

22 Jul, 2015

ઘણા પ્રખ્યાત પ્રાડક્ટ્સ અને ચેન ઓફ સ્ટોર્સ ઠેર ઠેર ખુલી હોય છે. જેનું નામ જે તે શહેરમાં પ્રખ્યાત હોય છે. છતાંય અમુક સ્ટોર્સ જ ધમાકેદાર ચાલે છે. બાકીના સ્ટોર્સમાં ગ્રાહકોનો પ્રભાવ ઓછો હોય છે અથવા તો નહીંવત હોય છે. આનું કારણ? જો પ્રોડક્ટ્સ અને માલ ફેમસ છે છતાંય દુકાનમાં ઘરાકી નથી તો ચોક્કસ વાસ્તુદોષ નિમિત છે.

વેપારમાં વૃદ્ધિ થવી અથવા તો નુકસાન જવું તેનો આધાર તમારી દુકાન ઓફિસ અથવા ઘરના વાસ્તુ ઉપર નિર્ધારિત હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ગ્રાહકને જે હકારાત્મક ઊર્જા વાસ્તુ દ્વારા સતત આપશે તેને ત્યાં ગ્રાહકની વૃદ્ધિ થશે.

વેપાર-ધંધામાં અસફળતા અપાવતા વાસ્તુદોષ

    જો તમારી દુકાન અથવા ઓફિસની એન્ટ્રી 1:2ના રેશિયામાં નહીં હોય તો ગ્રાહકોની આવન-જાવન ઓછી રહેશે. દરવાજાની પહોળાઈ ત્રણ ફૂટ હોય તો ઊંચાઈ છ ફૂટ હોવી જોઈએ.
    દુકાન અથવા ઓફિસની એન્ટ્રી વાસ્તુમાં જેને મહાદ્વાર કહેવાય છે. તે અત્યંત સુશોભિત, આર્કષક અને સુંદર બનાવવું જોઈએ, નહીં તો ગ્રાહક સંતોષકારક ખરીદી નહીં કરી શકે.
    જો તમારી દુકાનની સામે ઇલેક્ટ્રીક પોલ, ઇલેક્ટ્રીક ટ્રાંસફોર્મર અથવા મોટું વૃક્ષ હશે તો ગ્રાહક લીધેલો માલ બદલાવા અથવા પાછો આપવા અચુક આવશે.
    દુકાનની બહાર જો કચરો, ગંદકી અથવા ગટરનું પાણી જતું હશે તો એ દુકાન લાભને બદલે નુકસાનમાં ચાલશે. દુકાનદાર દેવાદાર પણ થઈ શકે છે.
    દુકાન અથવા ઓફિસની અંદર ટોઇલેટ જો પૂર્વ અથવા ઉત્તરમાં હશે તો બેન્ક લોનનો ભાર રહેવાની સંભાવનાઓ વધી જાય છે.
    દુકાનનું કેશ કાઉન્ટર જો પશ્ચિમ-ઉત્તર (વાયવ્ય) ખૂણામાં હશે તો આવક સામે જાવક વધી જશે.
    દુકાન અથવા ઓફિસના બ્રહ્મ સ્થાનમાં જો વજનદાર વસ્તુ મૂકી હશે તો દેવું થવાની શક્યતાં રહે છે તથા સ્ટાફ તરફથી પણ અનેક મુશ્કેલીઓ સર્જાય છે.
    દુકાન અથવા ઓફિસની અંદર જો ચીજવસ્તુઓ વ્યવસ્થિત ગોઠવાયેલી નહીં હોય અને સ્વચ્છતા નહીં હોય તો વેચેલો માલ પાછો આવવાની પૂર્ણ શક્યતાઓ રહે છે.
    જો તમારા દુકાનની એન્ટ્રી જે તે પ્રોડક્ટ્સની વિરુદ્ધ હશે, તો ધંધો નહીં ચાલે.

ઉપાયો

1.  પશ્ચિમ દિશાની એન્ટ્રી હોય ત્યાં મોટરગેરેજ, શાકભાજી, ફૂલ, ફળ, લોખંડ, બ્યુટી પાર્લર, રેસ્ટોરાં, તેલ વગેરે સાથે સંબંધિત ધંધા માટે ઉત્તમ છે. આવા સ્થાનમાં વકીલની ઓફિસ કરી શકાય. જેમાં અંદરનું વાસ્તુ વ્યવસ્થિત ગોઠવ્યા પછી ધંધામાં ઘણી બરકત થાય છે.

2.  ઉત્તર દિશાની એન્ટ્રી હોય ત્યાં ઈમ્પોર્ટ-અક્ષપોર્ટ, અગરબત્તિ, ટેક્ષટાઇલ, કમ્પ્યૂટર, વોટર પ્લાન્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ, પૂજા સામગ્રી, દુકાન, શાળા-કોલેજ, ફાઇનાન્સનો ધંધો કરી શકાય. જેમાં વાસ્તુના નિયમો અનુસાર ગોઠવણી કરવાથી ઉપરોક્ત ધંધામાં ઘણી બરકત મળે છે.

3. પૂર્વની એન્ટ્રી હોય ત્યાં સ્ટેશનરી ફાઇનાન્સ, બેન્ક, દૂધની ડેરી, કોચિંગ ક્લાસીસ, શાળા, કોલેજ, સ્ત્રીઓના આભૂષણની દુકાન, સોના-ચાંદી કે હીરા-મોતીનો શોરૂમ, આર્ટ, રંગની દુકાન, મીઠાઈની દુકાન, લાઇબ્રેરી, હોસ્પિટલ, ધાર્મિક સામગ્રી, ચશ્માની દુકાન કરી શકે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો
 

  •     દુકાનની તથા ઓફિસની અંદર વોર્મ વ્હાઇટ લાઇટ હોવી જોઈએ.
  •     મીઠાના પાણીનાં પોતા અવશ્ય કરવા.
  •     દુકાન અથવા ઓફિસના દક્ષિણ ભાગમાં વાયોલેટ કલરનો બલ્બ ચોવીસ કલાક ચાલું રાખવો.
  •     દુકાન અથવા ઓફિસમાં કાઈ પણ જાતની જૂની-પુરાણી, તૂટી ગયેલી વસ્તુઓ ના હોવી જોઈએ.
  •     દુકાન અથવા ઓફિસમાં સાગના લાકડાંનો ચોરસ ઉંમરો હોવો જરૂરી છે.
  •     દુકાનમાં હળવું સંગીત ચાલું રાખવું.
  •     દુકાનના અથવા ઓફિસના દરેક સભ્યોએ જમણો પગ પહેલાં મૂકીને પ્રવેશ કરવો.
  •