તમારા ખરાબ સમયને સારા સમયમાં બદલી શકે છે, તમારા ઘરની ઘડિયાળ!

06 Jan, 2016

 ઘરની દક્ષિણી દિવાલ પર ન લગાવવી ઘડિયાળ

 
વાસ્તુમાં ઘરની દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. સાથે જ આ દિશા સ્થિરતાની છે. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી પ્રગતિની તકો ધીમી પડી જાય છે. આ દિશા ઘરના સ્વામીની હોય છે, એવું માનવામા આવે છે કે આ દિશામાં ઘડિયાળ લગાવવી મુખ્ય વ્યક્તિના આરોગ્ય માટે સારું નથી.
 
ઘરના દરવાજા ઉપર ન લગાવો ઘડિયાળ
 
ઘરના મુખ્ય દરવાજા કે દરવાજા ઉપર ઘડિયાળ રાખવાનું સારું નથી માનવામાં આવતું. એમ કરવાથી તણાવ વધી શકે છે. તેનાથી ઘરની બહાર આવતા-જતા અનેક પ્રકારની નકારાત્મક એનર્જીની અસર ઘડિયાળ ઉપર પડી શકે છે, જેના કારણે તમને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
 
ઘરમાં ન રાખવી જોઈએ બંધ ઘડિયાળ
 
બંધ ઘડિયાળને રાખવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી ઓછી થવા લાગે છે અને નેગેટિવિટી વધવા લાગે છે. આ કારણ છે કે ઘરમાં બંધ પડેલી ફાલતૂ ઘડિયાળ અને અન્ય બેકારની વસ્તુઓ ઘરમાંથી તરત જ હટાવી લેવી જોઈએ. સાથે જ ઘડિયાળ ઉપર ધૂળ ન જામે તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે.
 
તકિયાની નીચે ઘડિયાળ રાખીને ન સૂવો-
 
અનેક લોકો પોતાના હાથમાં પહેરેલી ઘડિયાળને તકિયાની નીચે રાખીને સૂવાની આદત હોય છે. આ આદત વાસ્તુ પ્રમાણે બિલકુલ ખોટી માનવામાં આવે છે. એમ કરવાથી માણસની વિચારધારા ઉપર નકારાત્મક અસર પડે છે અને તેનો સ્વભાવ પણ બદલવા લાગે છે.
 
આ દિશામાં ઘડિયાળ લગાવવાનું હોય છે શુભ-
 
ઘડિયાળને ઘરના પૂર્વ, પશ્ચિમ કે ઉત્તર દિશામાં લગાવવી જોઈએ. પૂર્વ દિશામાં લગાવવામાં આવેલી ઘડિયાળનું વાતાવરણ શુભ કે પ્રેમભર્યું બની રહે છે. પશ્ચિમ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરના સદસ્યોને નવી તકો પ્રાપ્ત થતી નથી અને ઉત્તર દિશામાં લગાવવામાં આવેલી ઘડિયાળ ઘરના રૂપિાયને નુકસાનીથી બચાવી શકે છે.
 
લકી માનવામાં આવે છે પેડુલમવાળી ઘડિયાળઃ-
 
પેંડુલમવાળી ઘડિયાળ માટે એવી માન્યતા છે કે માણસના જીવન ઉપર ખરાબ અસરને દૂર કરે છે અને પ્રગતિની નવી તકો લાવે છે. પેંડુલમવાળી ઘડિયાળને પણ પૂર્વ, પશ્ચિમ કે ઉત્તર દિશામાં રાખવાનું શુભ હોય છે. એવી ઘડિયાળ ડ્રોઈંગ રૂમમાં લગાવવાનું શુભ હોય છે.
 
ઘડિયાળનો સયમ હંમેશા સાચો જ ગોઠવીને રાખોઃ-
 
એક્યુઅલ સમયથી આગળ કે એક્યુઅલ સમયથી પાછળ ચાલતી ઘડિયાળ સારી નથી માનવામાં આવતી. એવી ઘડિયાળ મનુષ્યને તેની હાર કે નુકસાનનું કારણ બની શકે છે. એટલા માટે ઘડિયાળને હંમેશા યોગ્ય સમય ઉપર જ સેટ કરીને રાખવી જોઈએ. ઘણા લોકોને 10 મિનિટ કે અડધો કલાક ઘડિયાળ આગળ રાખવાની ટેવ હોય છે, જે ન કરવું જોઈએ.