લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો ઘરમાંથી દૂર કરો આ 8 વસ્તુઓ

04 Jan, 2016

 બધાં જ ઘરોમાં તુટેલી વસ્તુઓ હોય જ છે, તો પણ તેને ફેંકવાના બદલે ઘરના કોઈ ખૂણામાં મૂકી દેવામા આવે છે. આવી વસ્તુઓ ઘરની સુંદરતા તો બગાડે જ છે સાથે માતા લક્ષ્મીને પણ નારાજ કરે છે. જો તમારા ઘરમાં પણ આ 8 વસ્તુઓ પૈકીની કોઈ વસ્તુ છે તો તે તમારા દુઃખોનું કારણ બની શકે છે, કારણ કે જે ઘરોમાં આ વસ્તુઓ હોય છે ત્યાં માતા લક્ષ્મી નિવાસ નથી કરતી.

 
આ 8 વસ્તુઓને તરત જ ઘરમાંથી બહાર કરી દોઃ
 
1. તૂટેલા વાસણ
 
આવા વાસણ અશુભ પ્રભાવ આપે છે. જો આવા વાસણ ઘરમાં રાખવામાં આવે તો મહાલક્ષ્મી માતા નારાજ થઈ જાય છે અને  ગરીબીનો પ્રવેશ આપણા ઘરમાં થઈ શકે છે. તૂટેલા વાસણ ઘરમાં જગ્યા રોકે છે જેના કારણે વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે.
 
2. તૂટેલો કાંચ
 
આનાથી ઘરમાં નેગેટિવ એનર્જી ફેલાય અને પરિવારના સદસ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે.
 
3. તૂટેલો પલંગ
 
લગ્નજીવનમાં ખુશીઓ રહે તે માટે જરૂરી છે કે પતિ-પત્નીનો પલંગ તૂટેલો ન હોય. જો પલંગ બરાબર નથી તો લગ્નજીવનમાં સમસ્યાઓ આવવાની શક્યતા વધી જાય છે.
 
4. બંદ પડેલી ઘડિયાળ
 
ઘડિયાળની સ્થિતિથી આપણા ઘર-પરિવારની પ્રગતિ નિર્ધારિત થાય છે. જો ઘડિયાળ બરાબર નથી અથવા બંદ પડેલી છે તો પરિવારના સદસ્યોની પ્રગતિ રોકાઈ જશે. કામ સમયથી પૂરા નહી થશે.
 
5. તૂટેલી તસ્વીર
જો ઘરમાં કોઈ તૂટેલી તસ્વીર છે તો તેને પણ ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ. આ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.
 
6. ખરાબ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ
 
ઘરમાં કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ અવસ્થામાં પડેલી છે અથવા તૂટેલી છે તો તેને પણ ઘરમાંથી બહાર કરી દેવી જોઈએ, નહીંતર આ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે.
 
7. તૂટેલા બારણાં
 
ઘરમાં કોઈ બારણું કોઈ જગ્યાથી તૂટેલું છે તો તેને તરત જ ઠીક કરાવી લેવું જોઈએ. તૂટેલા બારણાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ નથી કરતી.
 
8. ફર્નીચર
 
ઘરનું ફર્નીચર પણ સારી સ્થિતિમાં હોવું જોઈએ જોઈએ. વાસ્તુ અનુસાર તૂટેલું ફર્નીચર ઘરમાં ખરાબ અસર નાંખે છે, અને આ તમારા માટે આર્થિક પરેશાનિઓનું કારણ બની શકે છે.