Tricks: સિક્યુરિટી, DP, નોટીફિકેશન માટેની આ છે ખાસ WhatsApp ટ્રિક્સ

26 Oct, 2015

સ્માર્ટફોનના આવવાથી કેટલીય વસ્તુઓ બદલાઇ છે. પહેલા લોકો એકબીજાને કૉલ કરીને, મેસેજ કરીને કે અન્ય રીતે કૉન્ટેક્ટ કરતા હતા. પણ હવે દુનિયા બદલાઇ ગઇ છે. લોકો હવે એડવાન્સ મેસેન્જર એપ્સ વૉટ્સઅપથી લોકોના પળેપળના કૉન્ટેક્ટમાં રહે છે અને હવે તો વૉટ્સઅપે યૂઝર્સને કૉલિંગની પણ સુવિધા પુરી પાડી છે. અત્યારે WhatsApp સૌથી વધારે વપરાતી એપ્લિકેશન બની ગઇ છે. દરેક સ્માર્ટફોન યૂઝર્સ WhatsAppનો યૂઝ કરે છે. પણ વૉટ્સઅપ સાથે કેટલીક એવી વાતો જોડાયેલી છે જેનો યૂઝર્સ ખાસ ખ્યાલે રાખવો પડે છે. અમે તમને અહીં બતાવીએ છીએ વૉટ્સઅપની ખાસ ટ્રિક્સ વિશે.

1. સિક્યુરિટી
 
લોકો અત્યારે વૉટ્સઅપ તો યૂઝ કરે છે પણ તેની સિક્યુરિટી વિશે જરા પણ વિચારતા નથી. યૂઝર્સ હંમેશા એવું વિચારે છે કે મારી એપ્સ સુરક્ષિત છે. જો તમે એવું વિચારતા હોય કે એપ લૉકર એપ્સની મદદથી તમે WhatsAppને લૉક કરી દેશો અને તમારી ચેટ કોઇ વાંચી નહીં શકે તો તે વાત તદ્દન ખોટી છે. એપ લોકરથી લૉક કર્યા પછી પણ ચેટ વાંચી શકાય છે. તમારા WhatsAppને સિક્યોર કરવા માટે તમારે થર્ડ પાર્ટી એપ Backup Text for Whats ડાઉનલોડ કરવું પડશે.


આ એપમાં તમને આ ઓપ્શન જોવા મળશે

* Filter by chat
* Filter by date
* Filter by message type
* File type
* Export
 
જો તમે તમારી ચેટ હિસ્ટ્રીને સેવ કરીને રાખવા માગો છો તો Export to પર ટેપ કરો. આની મદદથી તમે તમારી ચેટ હિસ્ટ્રીને એસડી કાર્ડમાં સેવ કરી શકો છો અથવા તો તમારા મેઇલમાં પણ સેવ કરી શકો છો.
 
એસડી કાર્ડમાં મેસેજ કરવા માટે તમને Export to SD card પર ટેપ કરવુ પડશે. ત્યારબાદ OK કરવું પડશે. તમારી ચેટ હિસ્ટ્રી એસડી કાર્ડમાં સેવ થઇ જશે તમે જ્યારે વાંચવા માંગો ત્યારે વાંચી શકશો.

2. કાપ્યા વિના DP (ડિસ્પ્લે પિક્ચર) અપલોડ
 
કેમેરાથી ખેંચેલા ફોટાઓ એક લેન્ડસ્કેપ ફોર્મેટમાં અથવા તો પોરટ્રેટ ફોર્મેટમાં આવે છે, પરંતુ WhatsAppમાં તમે ફક્ત સ્ક્વેયર રિઝોલ્યુશન ફોટોને જ ડીપીમાં સેટ કરી શકો છો. એટલા માટે તેમે તમારા આખા પિક્ચરને DP નથી બનાવી શકતા, પિક્સચની કાપીને DP બનાવવાથી ઘણીવાર પિક્ચરનો ઓરીજિનલ લુક જતો રહે છે.
 
આ માટે તેમે થર્ડ પાર્ટી એપ્લીકેશનની મદદ લઇ શકો છો. ગુગલ પ્લે સ્ટોર પર SqrMe - Square Photo Editor એપ ડાઉનલોડ કરો. આ એપની મદદથી તમે તમારા ફોટાને કાપ્યા વિના WhatsApp પ્રમાણે સ્ક્વેર કરી શકો છો. હવે તમે તમારા આખા પિક્ચરને WhatsApp DP બનાવી શકો છો.

3. WhatsApp નોટિફિકેશનને ડેસ્કટોપ પર સેન્ડ કરો
 
જો તમે વધારે કૉમ્પ્યુટર ડેસ્કટોપનો ઉપયોગ કરતા હોય અને જરૂરી WhatsApp મેસેજ જોઇ નથી શકતા તો તેના માટે ગુગલ પ્લે પર Desktop notification એપ છે. જેની મદદથી ફોનના WhatsApp નોટીફિકેશનને ડેસ્કટોપ પર જોઇ શકો છો.
 
આ એપને ડાઉનલોડ કરીને તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરો. ત્યારબાદ તમારા ડેસ્કટોપ પરથી તમને બ્રાઉઝર એક્ટેન્શનની જરૂર પડશે. ક્રોમ અને મોજિલા ફાયરફોક્સ માટે બ્રાઉઝર એક્ટેન્શન અવેલેબલ છે.
 
ત્યારબાદ વૉટ્સઅપ નોટીફિકેશન જોવા માટે Desktop notification એપમાં આપેલા કનેક્ટ કોડની જરૂર પડશે. કોડનો ઉપયોગ કરીને ડિવાઇસ કનેક્ટ કરીને તમારે create a test notification પર ટેપ કરવું પડશે. હવે તમે તમારી WhatsApp નોટીફિકેશનને ડેસ્કટોપ પર જોઇ શકો છો.