દિવસમાં કેટલી વખત યુરિન કરવા જઈએ તો નોર્મલ કહેવાય?

22 Jun, 2018

તમે દિવસમાં કેટલીવાર પેશાબ કરો છો તેનાથી તમારા સ્વાસ્થ્ય વિશે જાણી શકાય છે. વાંચવામાં આમ તો થોડું વિચિત્ર લાગશે પરંતુ તમારા યુરિન કરવાની આદત તમે નોર્મલ છો કે બિમાર તેના સંકેત આપે છે.
 
લોકો પોતાના શરીરને વધારે સારી રીતે સમજી શકે તે માટે એસ્ટ્રેલિયાના ડો. ઈવલિન લુઈને જણાવ્યું કે વ્યક્તિએ દિવસમાં કેટલી વાર બાથરૂમ માટે જવું જોઈએ અને એવી કેટલી ચિંતાજનક બાબતો છે જેના વિશે તમારે જાણતા હોવું જોઈએ.
 
દિવસની શરૂઆત પેશાબ કરીને બ્લેડરને ખાલી કરવાથી કરવી જોઈએ. આ બાદ દિવસમાં 4થી 10 વાર યુરિન માટે જવું જોઈએ. તેઓ ઉમેરે છે, એવરેજ રીતે વ્યક્તિને 24 કલાકમાં 6થી 7 વખત યુરિન માટે જાય છે, પરંતુ જુદા જુદા લોકોમાં આ આંકડો અલગ હોય છે.
 
મારી ઉંમર, તમે પ્રેગ્નેટ છો કે નહીં, કેવા પ્રકારનું પ્રવાહી પીવો છો, મેડિકેશન અને મેડિકલ કન્ડીશન પણ અસર કરે છે. તમે કેટલીવાર યુરિન માટે જાઓ છો તેનાથી તમારું બ્લેડર નબળું છે કે નહીં તે પણ જાણ થાય છે. તેઓ કહે છે કે, જો તમને પેશાબ લાગે અને તરત જ જવું પડે, તો તમે યુરિનને બ્લેડરમાં રોકી રાખતા લોકોની સરખામણીમાં વધારે વખત પેશાબ માટે જાઓ છો. આવા કિસ્સામાં તમે યુરિનને રોકીને બ્લેડરને ટ્રેઈન કરી શકો છો. આ માટે તમે 5 મિનિટ સુધી પેશાબ રોકવાથી શરૂઆત કરી શકો છો.
 
જો તમને વારંવાર જવું પેશાબમાં થોડું યુરિન આવે સાથે જ પેશાબમાં બળતરા થાય તો મતલબ છે કે તમને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન છે. આવા કિસ્સામાં જો પેશાબમાં લોહી પડતું હોય તો તમને તરત ડોક્ટરની મદદની જરૂર છે.