દિવાળીમાં ટ્રાય કરો કઈંક નવો, બનાવો કાજુની 7 અવનવી યમ્મી વાનગીઓ

14 Oct, 2017

નોંધી લો કાજુ પિસ્તાં રોલ, ચોકલેટ કાજુ લાડુ, કાજુ ચોકલેટ કોટેડ કતરી, ડ્રાયફ્રૂટ ખજૂર રોલ, કેસર કતરી, કાજુકતરી અને ડ્રાયફ્રૂટ હલવાની સરળ અને ઝટપટ રેસિપિ....
કાજુ પિસ્તાં રોલ
સામગ્રી


-250 ગ્રામ કાજુ ફાડા
-125 ગ્રામ ખાંડ
-1 ટીસ્પૂન ઘી
-50 ગ્રામ ખાંડ
-1 ચપટી જાયફળનો ભકો
-ગ્રીન કલર
-વરખ
-1 ચમચી એલચીનો ભૂકો

રીત

કાજુને ઝીણા ક્રશ કરી લેવા. 125 ગ્રામ ખાંડ ડુબે એટલું પાણી નાખી ચાસણી કરવી. સહેજ દૂધ નાખી મેલ કાઢવો. ટપકું મૂકીએ ને ખસે નહી, તેવી ૩ તારની ચાસણી કરવી. ચાસણીમાં કાજુનો ભૂકો નાખવો. બરાબર હલાવી રોટલો વણાય તેવું કરવું. તેમાં 1 ટીસ્પૂન ઘી નાખી, બરાબર હલાવી નીચે ઊતારી લેવું. પિસ્તાંનો જીણો ભૂકો કરવો. 5૦ ગ્રામ ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ચાસણી ઊપર પ્રમાણે કરવી. ચાસણીમાં પિસ્તાંનો ભૂકો, એલચીનો ભૂકો અને લીલો રંગ નાખવો. જાયફળનો ભૂકો નાખી મિશ્રણ કરવું. ઘેરો લીલો રંગ થવો જોઇએ હવે કાજુના માવાનો મોટો લુવા લઇ બે પ્લાસ્ટીક વચ્ચે મૂકી વણવું. પિસ્તાંનો પાતળો વાટો કરીને કાજુના રોટલાની વચ્ચે મૂકવો. કાજુનો રોટલો વાળી હાથેથી વણી સહેજ પાતળો કરવો. આ વીટાના નાના નાના રોલ જેવા ટુકડા કરી વરખ લગાડવા. આખો રોલ વરખથી ઢાંકવો. ડબ્બામાં ભરો અથવા સર્વ કરો.