ઉપવાસમાં પણ ગરબા રમવા ભરપૂર સ્ટેમિના આપશે આ 6 હોમમેડ એનર્જી ડ્રિક્સ

22 Sep, 2017

નવરાત્રિમાં આખો દિવસ ઉપવાસ અને પછી રાત્રે ગરબા રમ્યાં પછી થાક અને નબળાઈ આવવી સામાન્ય વાત છે. એવામાં પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું જરૂરી છે. આજકાલ પોતાની ડાયટમાં હેલ્ધી ફૂડની સાથે એવા ડ્રિંક્સ પણ શામેલ કરો જેનાથી તમને ભરપૂર એનર્જી મળે અને કામ કરવાનો સ્ટેમિના બન્યો રહે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવા જ કેટલાક શેક અને ડ્રિંક્સ વિશે, તો ચાલો નોંધી લે રેસિપિ...

નોંધી લો, લીંબુ શિકંજી, મસાલા છાશ, બનાના મિલ્ક શેક, કેસર પિસ્તાં મિલ્કશેક, ખજૂર શેક અને અંગુરી શેકની સરળ અને ઝટપટ રેસિપિ...


લીંબુ શિકંજી
સામગ્રી
-એક લીંબુ
-બે ગ્લાસ પાણી
-એક ચમચી શેકેલું જીરું પાઉડર
-સંચળ સ્વાદ મુજબ
-ખાંડ સ્વાદ મુજબ
-કેટલાક બરફના ટુકડા
-ફુદીનાના પાન ગાર્નિશિંગ માટે
 
રીત
એક જગમાં બે ગ્લાસ પાણી લો. લીંબુને બે ટુકડામાં કાપી લો. હવે પાણીમાં લીંબુના ટુકડાનો રસ નીચવો. ત્યારબાદ લીંબુ પાણીમાં જીરું પાઉડર, સંચળ અને ખાંડ મિક્સ કરી એક ચમચી વડે હલાવો. ખાંડ ઓગળવા સુધી ચમચીથી પાણી હલાવતા રહો. હવે શિકંજીને એક ચાળણી વડે ચાળી ગ્લાસમાં રેડો. શિકંજીમાં બરફના ટુકડા નાખી ઠંડું-ઠંડું પીવો.
નોંધ: ઠંડા પાણીમાં ખાંડ ઓગળતા વાર લાગશે. તો પહેલાથી ખાંડનું પાણી બનાવીને રાખો, અથવા મિક્સીમાં પીસી ખાંડનો પાઉડર કરી લો અને તેનો ઉપયોગ કરો.