અડધા દિવસમાં 'બોમ્બે વેલવેટ'નું Trailer જોયું 25,000 લોકોએ, તમે જોયું?

19 Mar, 2015

રણબીર કપૂર અને અનુષ્કા શર્માની બહુચર્ચિત ફિલ્મ 'બોમ્બે વેલવેટ'નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. આ ફિલ્મ 15 મેનાં રોજ રિલીઝ થવાની છે. 18મી માર્ચના રોજ યુટ્યુબ પર ફિલ્મનું ટ્રેલર શેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 24,642 લોકો આ વીડિયો જોઇ ચુક્યાં છે.

આ ટ્રેલર જોઇ ફિલ્મ પ્રત્યે તમે વધુ ઉત્સાહિત થઇ જશો. અનુરાગ કશ્યપે તેનાં ટ્વિટર અકાઉન્ટ @anuragkashyap72 પર ટ્રેલર લોન્ચ કર્યું છે. રસપ્રદ વાત તો એ છે કે તેમણે આ ફિલ્મને આજે ભારત-બાંગ્લાદેશની વર્લ્ડકપ મેચ દરમિયાન લોન્ચ કર્યું છે.

હજી સુધી આ ફિલ્મમાં પોસ્ટર દ્વારા રણબીર, અનુષ્કા અને કરણના લૂકને જ જાહેર કરવામાં આવ્યાં હતાં. પણ હવે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. આ ફિલ્મમાં કરણ જોહરનો નેગેટિવ રોલ છે.