Trailer:'બાહુબલી 2' નું પહેલું સરપ્રાઈઝ ... જુઓ વિડિયો

21 Apr, 2016

 વર્ષ 2015ની સૌથી દમદાર ફિલ્મ 'બાહુબલી' હતી. જેને પણ જુવે તે તમામને જકડી રાખે. અત્યારે લોકો તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મનો ક્લાઈમેક્સને એવો બનાવવામાં આવ્યો છે કે દર્શકો તેના સિક્વલ માટે ક્રેઝી થઈ રહ્યાં છે. 'બાહુબલી 2' પહેલા 2016માં રિલીઝ થવાની હતી પરંતુ હવે તે 2017માં આવવાની છે. 

બાહુબલીના ફેન્સને આટલી રાહ પણ પરવડે તેમ નથી. આ ફિલ્મની દિવાનગી ફેન્સના મગજમાં એટલી બધી હદે રહેલી છે કે ફેન્સે ફિલ્મનું ટ્રેલર પણ બનાવી રહ્યાં છે.
 
ફેન્સ દ્રારા બનાવાયેલું 'બાહુબલી2'નું આ ટ્રેલર સોશિઅલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ફિલ્મનું ઓફિસીઅલ ટ્રીઝર આ વર્ષના દશેરાના દિવસે રિલીઝ કરવામાં આવશે. તો આજે તો બાહુબલી 2નું ફેન્સ દ્રારા બનાવેલું ટ્રેલર જોઈ લઈએ.